Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન:ખેલૈયાઓની સુરક્ષા માટે રેન્જ IG પ્રેમવીર સિંહે આપી વિગતો, 112 હેલ્પલાઈન પણ શરૂ

    1 day ago

    આવતીકાલથી ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ખાસ આયોજન કર્યું છે. રેન્જ IG પ્રેમ વીર સિંહે આ અંગે માહિતી આપી હતી. નવરાત્રી દરમિયાન તમામ ગરબા સ્થળોએ પોલીસનો બંદોબસ્ત રહેશે. પોલીસ સતત પેટ્રોલીંગ કરશે. ભીડ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ સજ્જ છે. આ વ્યવસ્થામાં શી (SHE) ટીમ, ખાનગી વેશમાં પોલીસ કર્મચારીઓ અને પેટ્રોલિંગ ટીમ કાર્યરત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે 112 હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે. જો રાત્રે ગરબા રમીને પરત ફરતી મહિલાઓને વાહનની તકલીફ પડે, તો તેઓ 112 પર ફોન કરી શકે છે. પોલીસ વાન તાત્કાલિક મદદ પહોંચાડી તેમને સુરક્ષિત ઘરે પહોંચાડશે. કોઈપણ વ્યક્તિને મુશ્કેલી જણાય તો 112 નંબર પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી શકે છે. ગુજરાત પોલીસે સૌને સુરક્ષિત નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:295 મથકો પર કડક બંદોબસ્ત, 130 ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે
    Next Article
    ભાસ્કર વિશેષ:પ્રથમ નોરતે ‘ઓમ હ્રીં શિવાય નમઃ’ નો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment