Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:પ્રથમ નોરતે ‘ઓમ હ્રીં શિવાય નમઃ’ નો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય

    1 day ago

    આસો સુદ એકમને રવિવારથી આધ્યાત્મિકતા અને ભક્તિના પાવન પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓ—ચૈત્ર, મહા, અષાઢ અને આસોમાં આસો નવરાત્રીને ‘મોટી નવરાત્રી’ તરીકે સવિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસથી ઘરે ઘરે ગરબાનું સ્થાપના કરીને સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવી, આરતી ઉતારીને ગરબા ગાવાનું અનોખું મહાત્મ્ય દર્શાવાયું છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને મા દુર્ગાની ઉપાસના અને ગરબા ગાય તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, પ્રથમ દિવસે મા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા માતા શૈલપુત્રીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે પ્રગટ થયા હોવાથી તેઓ ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાય છે. પોતાના પૂર્વજન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિના પુત્રી ‘સતી’ હતા અને તેમના વિવાહ મહાદેવજી સાથે થયા હતા. દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન મળવા છતાં સતી ત્યાં ગયા હતા, જ્યાં શિવજીનું અપમાન થતાં તેમણે યોગાજ્ઞિમાં ભસ્મ થઈને પોતાનો દેહ ત્યાગ્યો હતો. ત્યારબાદ તેમણે હિમાલયરાજને ત્યાં પુનઃ જન્મ લઈને ફરીથી ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કર્યા હતા. માતા શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત મનોહર અને તેજસ્વી છે, જેમના હાથમાં ત્રિશૂળ અને કમળનું પુષ્પ શોભાયમાન છે. પ્રથમ નોરતે એમની ઉપાસના કરવા માટે શાસ્ત્રોક્ત મંત્ર “ઓમ્ હ્રીં શિવાય નમઃ’ નો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે. પૂજન દરમિયાન માતાજીને શુદ્ધ ગાયનું ઘી અથવા ઘીમાંથી બનાવવામાં આવેલી મિષ્ટાન્નનો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. જો ઘરમાં શૈલપુત્રી માતાજીની છબી કે મૂર્તિ ઉપલબ્ધ ન હોય, તો નવદુર્ગા માતાજીના ફોટા અથવા સ્થાપિત કરેલા ગરબા સમક્ષ પણ આ મંત્રજાપ કરી નૈવેદ્ય ધરી શકાય છે. પ્રથમ નોરતે મા શૈલપુત્રીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવાથી સાધકને ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુ અને તમામ પ્રકારના લૌકિક તથા પરલૌકિક સુખોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ દિલથી ગરબા ગાઈને અને મંત્રજાપ કરીને મા શક્તિના આશીર્વાદ મેળવે છે. ઘરના વાતાવરણને પવિત્ર અને ઊર્જાવાન બનાવવા માટે આ નવ દિવસ દરમિયાન સંધ્યાકાળે પરિવારે એકત્ર થઈ મા અંબાના ગરબા ગાવા અને આરાધના કરવી અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ક્યા છે મહત્ત્વના દિવસો
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન:ખેલૈયાઓની સુરક્ષા માટે રેન્જ IG પ્રેમવીર સિંહે આપી વિગતો, 112 હેલ્પલાઈન પણ શરૂ
    Next Article
    129 વર્ષ પહેલાં થઈ’તી ગરુડ ગરબીની સ્થાપના:જ્યાં આજે પણ આકાશમાંથી ઉતરે છે મા ભવાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment