Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:295 મથકો પર કડક બંદોબસ્ત, 130 ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની 44 બેઠકો માટે કુલ 295 મતદાન મથકો પર આજે રવિવારે સવારે 7 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થયું છે. આજના મતદાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા 1130 જેટલા સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તેનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 44-44, આમ આદમી પાર્ટીના 31 સહિત અન્ય મળીને 130 ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે. આજે મનપાની ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ધમધમતો રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ માહિતી કે રજૂઆત માટે નાગરિકો કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરી શકશે. શાંતિપૂર્ણ મતદાન માટે 1570 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે સંવેદનશીલ મથકોમાં સૌથી વધુ વોર્ડ-2માં 14, વોર્ડ-4માં 13, વોર્ડ-7માં 12 તથા વોર્ડ-10માં 10 મથકોનો સમાવેશ થાય છે. આ સિવાય વોર્ડ-1માં 8, વોર્ડ-3માં 4, વોર્ડ-5માં 8, વોર્ડ-6માં 8 અને વોર્ડ-11માં 5 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. બીજી તરફ શાંતિપૂર્ણ મતદાન માટે 1570 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. દરેક મતદાન મથકે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર અને સેવક સહિત કુલ પાંચ કર્મચારીઓ ને ફરજ સોંપાઈ છે. મતદાન માટે 10 ટકા રિઝર્વ જથ્થા સાથે કુલ 730 બુથ યુનિટ (BU) અને 625 કંટ્રોલ યુનિટ (CU) તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં 2.59 લાખ મતદારો 2 સપ્ટેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 14 સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મનપા-2021 ચૂંટણી પરિણામ
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં CJPનું આજે ફરી પ્રદર્શન:દીપકે સહિત ત્રણેય ટોચના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા, મુક્તિની માગ; મેટ્રો-ટ્રેન રોકવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન:ખેલૈયાઓની સુરક્ષા માટે રેન્જ IG પ્રેમવીર સિંહે આપી વિગતો, 112 હેલ્પલાઈન પણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment