Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ વર્કસ્પેસનું ઉદ્ઘાટન:વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે

    15 hours ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચના સમર્પિત 'વર્કસ્પેસ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે IEEE પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવેલું આ ભારતનું પ્રથમ અદ્યતન વર્કસ્પેસ છે. આ પ્રસંગે IEEE MGA ગવર્નન્સ કમિટીના સભ્ય અને ONGCના પૂર્વ ચીફ જનરલ મેનેજર ડૉ. દીપક માથુર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવનિર્મિત વર્કસ્પેસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં હાઈ-એન્ડ કમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી વર્કશોપ સ્પેસ, સંશોધન અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કોન્ફરન્સ એરિયા તેમજ રિક્રિએશનલ ઝોનનો સમાવેશ થાય છે. આ વર્કસ્પેસના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા ઇનોવેશન, રિસર્ચ, આઇડિએશન અને ટેક્નિકલ અપલિફ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સુવિધા તેમની કલ્પનાશક્તિને વાસ્તવિકતામાં બદલવાનું સક્ષમ માધ્યમ બનશે. સિલ્વર ઓક યુનિવર્સિટી વૈશ્વિક સ્તરના શિક્ષણ અને આધુનિક એક્સપોઝરની પોતાની પરંપરાને સતત વેગ આપી રહી છે. IEEE જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથેના તેના જોડાણને આ વર્કસ્પેસ એક નવો આયામ આપશે. અહીંથી પ્રશિક્ષિત યુવા પ્રતિભાઓ ભવિષ્યના ટેક્નોલોજી લીડર્સ અને નવોન્મેષી સંશોધકો તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે. આ અદ્યતન સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહ, એડવાઈઝર ડૉ. એમ. એન. પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. મિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ઓફ ટેક્નોલોજીના ડીન અને IEEE ગુજરાત સેક્શનના પ્રોફેશનલ એક્ટિવિટી ચેર ડૉ. સાત્વિક ખારા, એચ.ઓ.આઈ. ડૉ. જૈમિન દવે, કોમ્પ્યુટર વિભાગના વડા પ્રો. મયુરેશ કુલકર્ણી અને ફેકલ્ટીગણમાંથી પ્રો. પરિમલ પટેલ, પ્રો. ગૌરવ તિવારી, ડૉ. મોનાલી સુથાર અને પ્રો. દિગંત પરમાર પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રી પારકર યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો:અમદાવાદમાં 151 યુનિટ રક્ત એકત્રિત, પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા સન્માન
    Next Article
    GCASમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા શિક્ષણ વિભાગ જાગ્યું:રિપોર્ટ તૈયાર કરાયો, ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન; ગુજરાત યુનિવર્સિટીમાં મિટિંગ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment