Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCASમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા શિક્ષણ વિભાગ જાગ્યું:રિપોર્ટ તૈયાર કરાયો, ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન; ગુજરાત યુનિવર્સિટીમાં મિટિંગ યોજાઈ

    13 hours ago

    રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ અને ફેકલ્ટીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. તેમજ જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન પણ આપવું પડશે. GCAS પોર્ટલની અનેક ખામીઓથી વિદ્યાર્થીઓને પરેશાની છેલ્લા 2 વર્ષથી રાજ્યની તમામ 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને GCAS મારફતે પ્રવેશ આપવામાં આવે છે. જો કે GCAS પોર્ટલની અનેક ખામીઓના કારણે છેલ્લા બે વર્ષથી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. તેમજ GCAS પોર્ટલની ખામીઓના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવો પડ્યો હતો. ABVPએ GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરી હતી જેથી તેનો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને થતો હતો. જેથી ABVP દ્વારા છેલ્લા ઘણા સમયથી GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. નહિતર ખાનગી યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવવા માટેની સરકાર પાસે માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારીઓની મિટિંગ યોજાઈ GCASમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. જોકે GCAS પોર્ટલને બંધ કરવાની માંગ વચ્ચે સરકાર દ્વારા તેમાં સુધારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ GCAS પોર્ટલમાં છે તેને દૂર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી યુનિવર્સિટીઓ વિવિધ ફેકલ્ટીના અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ચર્ચા બાદ ફાઈનલ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ છેલ્લા બે વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે 30 - 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી પરંતુ હવે તેને ત્રણ રાઉન્ડમાં જ પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરાયો ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના કો ઓર્ડીનેટર એન.કે. જૈને જણાવ્યું હતું કે, પ્રવેશ પ્રક્રિયા 2026-27ના સંદર્ભમાં GCAS પોર્ટલ પર દરેક કોર્સની એલીજીબીલીટી અને મેરીટ રૂલ્સ સરખા થાય તે માટે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં 15 સરકારી યુનિવર્સિટીના સંદર્ભમાં એક મિટિંગ રાખવામાં આવી હતી. દરેક યુનિવર્સિટીના ફેકલ્ટી વાઈઝ અધિકારીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા. જેથી આ ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. જેનો રીવ્યુ થયા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર આવીને રીવ્યુ મીટીંગ કરી હતી. જેમાં કોઈ સુધારા વધારા હોય કે કોઈ એડિશન હોય તો કે કોઈ વસ્તુ ઉમેરવાની થતી હોય તો કોન્સ્યુલેટેડ રિપોર્ટનો ફરી ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી શકાય. ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફ થઈ હોવાનો સ્વીકાર કરી એન.કે. જૈને જણાવ્યું હતું કે, જે સરકારને સબમિટ કરવામાં આવશે જેથી કોઈપણ વિદ્યાર્થી કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતો હોય તો તેને લાયકાત પ્રમાણે કોર્સ જોવા મળે અને મેરીટ પ્રમાણે ફાળવણી થઈ શકે તે માટે એકરૂપતા તૈયાર કરવા માટે મીટીંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી 2012થી પ્રવેશ પ્રક્રિયા કરી રહી છે. જેમાં સરળતાથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા હતા. પરંતુ તે બાદ સરકારે 15 સરકારી યુનિવર્સિટીઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં એકરૂપતા ન હોવાને કારણે બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં એન.કે. જૈને જણાવ્યું હતું કે, જેથી સરકારે સલાહ સૂચન પ્રમાણે GCAS પોર્ટલને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા થતી હતી તેના સંદર્ભમાં પોર્ટલને મોડીફાઇ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેટલા અગત્યના મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પ્રવેશ મળે પછી તે પ્રવેશ કન્ફર્મ કરે કે સિક્યોર ન કરે તે બાદ પણ તે બીજી વખત તે કોર્સમાં રીપીટ ના થાય તે માટે જ્યાં સુધી કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી તે બીજા રાઉન્ડમાં શકશે નહીં. જેથી ખોટા ખોટા જે રીપીટેશન અને લાંબા લાંબા રાઉન્ડ થયા તે અટકાવી શકાશે. ત્રણ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે બાદ કેટલી જગ્યા ખાલી રહેશે તેના આધારે આગળના તબક્કામાં પ્રવેશ રાઉન્ડ કરવામાં આવશે. પોર્ટલ માટે જે ડેવલપમેન્ટ કરવાનું હતું તે કરી દેવામાં આવ્યું છે. મેરીટ રૂલ્સ અને એલિજીબીલીટી રુલ્સ પોર્ટલમાં એન્ટર થઈ જાય તે બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ વર્કસ્પેસનું ઉદ્ઘાટન:વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે
    Next Article
    ખાખરા હડમતિયામાં આસોદરિયા પરિવારનો મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન:આ પ્રસંગે પરિવારના તમામ સભ્યોની નોંધપાત્ર હાજરી અને સહભાગિતા જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment