Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આઉટ.. ચલ નીકલ, પોલીસને લઈને આવો':અનુભવનું સર્ટિ લેવા આવેલા વૃદ્ધાને અમદાવાદની IDP સ્કૂલના કર્મીએ 'સ્ટુપીડ'કહ્યાં, DEOએ સ્કૂલે જઈને કર્મચારીઓને ખખડાવ્યા

    17 hours ago

    અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP સ્કૂલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયેલા 69 વર્ષીય વૃદ્ધાને સ્કૂલના કર્મચારીઓએ ગેટ આઉટ કહીને કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં પોલીસને લઈ આવો કહીને સ્ટુપીડ ગણાવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ આ અંગે DEO તપાસ કરવા પહોંચતા DEOને પણ સ્કૂલમાં પ્રવેશ આપવા દીધો નહતો. જેથી DEOએ સ્કૂલના કર્મચારીઓને ધમકાવીને ઉધડો લીધો હતો. શિક્ષિકાએ ટીચીંગનું સર્ટિ માંગતા વિવાદ ઘાટલોડિયામાં આવેલી IDP સ્કૂલમાં બે ભાઈઓનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સ્કૂલમાં અગાઉ કામ કરતા 69 વર્ષીય શિક્ષક અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયા હતા. ત્યારે તેમને એક્ટિવિટી ટીચરનું સર્ટિફિકેટ આપ્યું હતું. પરંતુ શિક્ષકે માત્ર ટીચીંગનું સર્ટિફિકેટ માંગ્યું હતું જેથી વિવાદ થયો હતો. સ્કૂલમાં સર્ટિફિકેટ લેવા ગયેલા શિક્ષકને સ્કૂલના જ બે મહિલા કર્મચારીઓએ ઉદ્ધતાઈથી વાત કરીને ધમકાવી રહ્યા હતા. ઉંમરલાયક શિક્ષકને ગેટ આઉટ કહીને સર્ટિફિકેટ વિના પાછા કાઢ્યા હતા. ઉદ્ધતાઈભર્યું વર્તન કરી શિક્ષિકાને સ્ટુપીડ કહ્યા આ વીડિયોમાં બે મહિલા કર્મચારી શિક્ષકને કહી રહ્યા છે કે. પોલીસને લઈ આવો. આઉટ.. ચલ નીકલ. એટલું જ નહીં કેમ્પસની બહાર જવા પણ શિક્ષિકાને સ્ટુપીડ કહીને કેમ્પસની બહાર નીકળી જવા માટે ધમકાવી રહ્યા હતા. ઉંમરલાયક શિક્ષકને ગેટ આઉટ કહીને સર્ટિફિકેટ વિના પાછા કાઢ્યા હતા. DEOએ સ્કૂલે જઈને કર્મચારીઓનો ઉધડો લીધો આ ઘટનાનો વી઼ડિયો વાયરલ થતા DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.DEO દ્વારા સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.DEO રોહિત ચૌધરી જ્યારે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલના કર્મચારીઓએ દરવાજો બંધ કરીને DEO ને આવવા દીધા ન્હોતા જેથી DEO એ સ્કૂલમાં જઈને જાહેરમાં તમામ કર્મચારીઓને ધમકાવી ઉધડો લીધો હતો. ચોક્કસ અમાનવીય વર્તન દેખાઈ છે:DEO DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલના કર્મચારીઓ DEO સાથે આવું વર્તન કરતા હોય તો વાલીઓ સાથે કેવું વર્તન કરતા હોય તે સમજી શકાય છે.સ્કૂલમાં કોઈ પણ વ્યક્તિ સાથે અમાનવીય વર્તન ચલાવી ન લેવાય. વાયરલ વિડિઓ અંગે તપાસ શરૂ કરી છે. હકીકત સામે આવ્યા બાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો માટે નર્મદા ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડાયું:મુખ્યમંત્રીના આદેશથી ઉનાળુ પાકોની સિંચાઈ માટે કેનાલમાં પાણી
    Next Article
    શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો:અધિક માસ નિમિત્તે વિશેષ વાઘા, પર્ણકુટી ઝાંખી; સાંજે રાજોપચાર પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment