Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો:અધિક માસ નિમિત્તે વિશેષ વાઘા, પર્ણકુટી ઝાંખી; સાંજે રાજોપચાર પૂજન

    16 hours ago

    સાળંગપુરધામ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર અધિક જેઠ માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, તે અંતર્ગત કમલા એકાદશી નિમિત્તે વિશેષ ઉત્સવ ઉજવાયો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુવાર, 11 જૂન, 2026 ના રોજ દાદાને દિવ્ય વાઘા અર્પણ કરાયા હતા અને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ (પર્ણકુટી) માં બિરાજમાન કરાયા હતા. દાદાને કેરી સહિતનો છપ્પન ભોગ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી, જેનો લાભ હરિભક્તોએ લીધો હતો. સાંજે 4:00 થી 7:00 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું હતું. કમલા એકાદશીના પવિત્ર દિવસે સાંજે 5:30 કલાકે દાદાનું 1008 નામથી વિશેષ પૂજન-અર્ચન પણ કરવામાં આવ્યું હતું. ભક્તજનોને આ પૂજનના જીવંત દર્શનનો લાભ લેવા જણાવાયું હતું. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 17 મે થી 15 જૂન, 2026 સુધી કરવામાં આવ્યું છે. આ યજ્ઞ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન યોજાય છે. અધિક માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવની દરરોજ રાજોપચાર પૂજા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    'આઉટ.. ચલ નીકલ, પોલીસને લઈને આવો':અનુભવનું સર્ટિ લેવા આવેલા વૃદ્ધાને અમદાવાદની IDP સ્કૂલના કર્મીએ 'સ્ટુપીડ'કહ્યાં, DEOએ સ્કૂલે જઈને કર્મચારીઓને ખખડાવ્યા
    Next Article
    India A vs Afghanistan A Live Score, Tri Series 2026: Ruturaj Gaikwad scores 50 for IND 238/3 vs AFG at Dambulla

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment