Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICSE અને ISC ધો.10 અને 12નું પરિણામ જાહેર કરાયું:ધો. 10નું 99.30 ટકા અને ધો. 12નું 98.95 ટકા પરિણામ જાહેર, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયું

    1 week ago

    ICSE અને ISC બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 99.30 ટકા અને ધોરણ 12નું 98.95 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પરીક્ષાની આયોજન લેવામાં આવી હતી. જો કે આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે. જો કે વિવાદિત સેવન્થ ડે સ્કૂલનું પરિણામ જાહેર કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. ટેક્નિકલ કારણના કારણે પરિણામ જાહેર ન થયું હોવાનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી ICSE બોર્ડની ધોરણ 10ની 67 વિષયોની પરીક્ષા 20 ભારતીય ભાષાઓ, 14 વિદેશી ભાષાઓ અને એક ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. બીજી તરફ ISCની ધોરણ 12ની 45 વિષયોની પરીક્ષા 13 ભારતીય ભાષાઓ, બે વિદેશી ભાષા અને 2 ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 99.46 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 98.93 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સેવન્થ ડેના સંચાલકોની બેદરકારીના કારણે રિઝલ્ટ જાહેર ન કરાયું જોકે, મહત્વનું છે કે વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. સેવન્થ ડે શાળા સંચાલકોની બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું છે. જો કે પરિણામ જાહેર ન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ શાળા દ્વારા વાલીઓને આવતીકાલે પરિણામ આવી જશે તેવો મેસેજ કરીને આશ્વાસન આપવામાં આવ્યું છે. ટેક્નિકલ કારણથી પરિણામ અટવાયું હોવાનો શાળા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજથી હેલ્મેટ પહેરીને નીકળજો:રાજ્યભરમાં ટુ વ્હીલર લઈને જતા વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત, પોલીસ પકડશે તો 500નો દંડ થશે
    Next Article
    પ્રેમ, દેહ વેપાર ને ભૂતની મર્ડર મિસ્ટ્રી 34 વર્ષે ખૂલી:રાત્રે બાજુમાં સુઈને પત્નીને પતાવી દઈ કૂવામાં લાશ નાંખી ચણતરકામ કર્યું, અમદાવાદના બંધ ઘરમાંથી હવે હાડકાં મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment