Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICMAI CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર:અમદાવાદ ચેપ્ટરનું 81.98% સાથે પાંચ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, મનોજ પટેલ ઓલ ઈન્ડિયામાં 9મા ક્રમે

    1 day ago

    ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા ગત 14 જૂનના રોજ લેવાયેલી CMA ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અમદાવાદ ચેપ્ટરના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ચાલુ વર્ષે 81.98 ટકા આવ્યું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. સૌથી ગૌરવપૂર્ણ બાબત એ છે કે, અમદાવાદના વિદ્યાર્થી મનોજ પટેલે ઓલ ઈન્ડિયા લેવલે 9મો રેન્ક અને વેસ્ટર્ન રિઝનમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પરિણામના મુખ્ય આંકડાઓ પર એક નજર: કોર્પોરેટ સેક્ટરમાં ડિમાન્ડ વધતાં વિદ્યાર્થીઓમાં CMAનો ક્રેઝ વધ્યો ICMAI અમદાવાદ ચેપ્ટરના ચેરમેન CMA મિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ કંપનીઓમાં હાલમાં CMA (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) ની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. માર્કેટની આ જ જરૂરિયાતો અને માગને ધ્યાનમાં રાખીને આ કોર્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આકર્ષક પેકેજ અને ઉજ્જવળ કારકિર્દીના કારણે વિદ્યાર્થીઓનો રસ આ ક્ષેત્રમાં સતત વધી રહ્યો છે. તેમણે એડમિશનના આંકડા શેર કરતા જણાવ્યું કે, રેગ્યુલર ક્લાસ અને ગાઈડન્સથી સફળતા મળી: યશ પ્રજાપતિ "મેં જૂન મહિનામાં પરીક્ષા આપી હતી. અમદાવાદ ચેપ્ટરમાં મળેલા નિયમિત ક્લાસ અને યોગ્ય માર્ગદર્શનના કારણે મને ઘણો ફાયદો થયો. ક્લાસ પૂરા થયા પછી પણ હું રોજ ઘરે જઈને 3થી 4 કલાક સેલ્ફ સ્ટડી કરતો હતો. દરેક વિષય પર સરખું ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે હું આ પરિણામ મેળવી શક્યો છું." એકાઉન્ટમાં રસ હોવાથી 10 કલાક સુધી મહેનત કરી: રોની "મને શરૂઆતથી જ એકાઉન્ટ વિષયમાં ખૂબ રસ હતો, તેથી જ મેં CMA પસંદ કર્યું. મેં શરૂઆતથી જ રોજ 4 કલાક સેલ્ફ સ્ટડી ચાલુ રાખી હતી, પરંતુ પરીક્ષાના છેલ્લા બે મહિના દરમિયાન મેં રોજની 8 થી 10 કલાક સખત તૈયારી કરી હતી. એકાઉન્ટ વિષય પાકો હોવા છતાં મેં તેમાં વધુ ધ્યાન આપ્યું, જેના કારણે મને આ સફળતા મળી છે." છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ બ્રેક પરિણામ અને રેકોર્ડબ્રેક એડમિશનને જોતાં સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે CMA એક લોકપ્રિય અને અત્યંત સફળ કારકિર્દી વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હારીજ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનો આરંભ:35 થી વધુ વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસ માટે જોડાયા
    Next Article
    તળાજા ITI ના 202 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી:ટાટા, અદાણી સહિતની કંપનીઓ દ્વારા ₹15-25 હજારનો પગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment