Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનો આરંભ:35 થી વધુ વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસ માટે જોડાયા

    1 day ago

    સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત 35 થી વધુ વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસ, રોજગારલક્ષી કૌશલ્ય અને સંવાદ કૌશલ્યના વિકાસ માટે તાલીમ મેળવી રહ્યા છે. આચાર્યશ્રીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ફિનિશિંગ સ્કૂલના કોઓર્ડિનેટર ડૉ. કમલેશભાઈ પટેલે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ફિનિશિંગ સ્કૂલના મહત્વ વિશે માહિતી આપી, જેમાં સોફ્ટ સ્કિલ્સ, સંવાદ કૌશલ્ય, નેતૃત્વ, સમય વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસનું જીવન તથા કારકિર્દીમાં મહત્વ સમજાવ્યું. પ્રશિક્ષક અભિષેક દેસાઈએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ તાલીમમાં પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યૂ ટેકનિક, રિઝ્યૂમે લેખન, વ્યક્તિત્વ વિકાસ, ટીમ વર્ક અને સ્પોકન ઇંગ્લિશનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની ક્ષમતાઓમાં વધારો કર્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગસજ્જ (Industry Ready) બનાવી તેમની રોજગારક્ષમતા વધારવાનો છે. તાલીમ દરમિયાન, ભવિષ્યમાં રોજગારની તકોનો લાભ લેવા માટે સતત કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં છોકરાઓના ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ:રૂપેણ બંદર વિસ્તારમાં પ્રૌઢ પર જીવલેણ હુમલામાં 16 શખ્સો સામે રાયોટિંગનો ગુનો, પોલીસ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું
    Next Article
    ICMAI CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર:અમદાવાદ ચેપ્ટરનું 81.98% સાથે પાંચ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, મનોજ પટેલ ઓલ ઈન્ડિયામાં 9મા ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment