Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજા ITI ના 202 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી:ટાટા, અદાણી સહિતની કંપનીઓ દ્વારા ₹15-25 હજારનો પગાર

    1 day ago

    તળાજાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ગુરુવારે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 202 વિદ્યાર્થીઓને નોકરીના ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓની ટાટા મોટર્સ, અદાણી સોલાર, મારુતિ સુઝુકી સહિતની અગ્રણી કંપનીઓમાં પસંદગી થઈ છે. સંસ્થા દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન સતત ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં મારુતિ સુઝુકી, ઓરબીટ બેરિંગ, LT હજીરા, ટાટા મોટર્સ અને અદાણી સોલાર જેવી પ્રતિષ્ઠિત કંપનીઓને આમંત્રિત કરવામાં આવી હતી. કુલ 220 વિદ્યાર્થીઓમાંથી 202 વિદ્યાર્થીઓની વિવિધ કંપનીઓ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા વિદ્યાર્થીઓને માસિક ₹15,000 થી ₹25,300 સુધીના પગારની ઓફર કરવામાં આવી છે. આ ઓફર લેટર વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, ભાવનગર ITIના આચાર્ય તપનભાઈ વ્યાસ, મુકેશભાઈ મીઠાપરા, ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ સવાણી, જીનિંગ એસોસિએશન તળાજાના પ્રમુખ મધુભાઈ ભાદરકા અને પીડીલાઈટના દર્શક મજુમદાર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નોકરી મેળવવી એ કારકિર્દીની શરૂઆત છે. કંપનીમાં સફળતા મેળવવા માટે શિસ્ત, સમયપાલન, પ્રામાણિકતા અને સતત શીખવાની વૃત્તિ અત્યંત જરૂરી છે. તેમણે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના આચાર્ય જયકુમાર દવેએ જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓને 3 થી 4 કંપનીઓ તરફથી ઓફર લેટર મળ્યા છે, જેના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે કંપની પ્રતિનિધિઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સંસ્થામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. દવેએ ઉમેર્યું હતું કે સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને તળાજાના વધુમાં વધુ યુવાનો કૌશલ્ય વિકાસ થકી રોજગારી મેળવે તેવા પ્રયત્નો ચાલુ રહેશે. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના પ્લેસમેન્ટ સેલના ભાવેશભાઈ પટેલીયા, ફોરમેન એન.કે. ત્રિવેદી, હેમંત કંટારિયા, પ્રકાશ રેલવાણી, વૈશાલીબેન વિઠ્ઠલાણી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ICMAI CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર:અમદાવાદ ચેપ્ટરનું 81.98% સાથે પાંચ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, મનોજ પટેલ ઓલ ઈન્ડિયામાં 9મા ક્રમે
    Next Article
    સમી સરકારી કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:NSS યુનિટ દ્વારા 100થી વધુ છોડ રોપવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment