Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા નંબર પર સરક્યો:સ્ટાર્કે ગયા અઠવાડિયે નંબર-1 સ્થાન છીનવી લીધું હતું; ગિલને બે સ્થાનનું નુકસાન

    9 hours ago

    ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICCની તાજેતરની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયા છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે ગયા અઠવાડિયે બુમરાહને પાછળ છોડીને નંબર-1 સ્થાન મેળવ્યું હતું. તેઓ 872 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર યથાવત છે. ન્યુઝીલેન્ડના મેટ હેનરી 861 પોઈન્ટ સાથે બીજા અને બુમરાહ 853 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રિષભ પંત સાતમા અને શુભમન ગિલ નવમા સ્થાને છે. ગિલને બે સ્થાનનું નુકસાન થયું છે. ઓલી રોબિન્સન ટોપ-5માં પહોંચ્યા ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સને 6 સ્થાનની છલાંગ લગાવીને ટોપ-5માં સ્થાન બનાવ્યું છે. પાકિસ્તાન સામે લોર્ડ્સ ટેસ્ટમાં 8 વિકેટ લીધા બાદ તેમને સતત બીજો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. આ શાનદાર પ્રદર્શન બાદ રોબિન્સન 831 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયા છે. તેઓ જુલાઈ 2023 પછી પહેલીવાર ટોપ-5માં પાછા ફર્યા છે. ટોપ-10ની બહાર પણ ફાસ્ટ બોલરોની છલાંગ શ્રીલંકાના અસિથા ફર્નાન્ડો 4 સ્થાન ઉપર ચઢીને 11મા નંબર પર પહોંચી ગયા છે. તેમણે કોલંબો ટેસ્ટમાં ભારત સામે 4 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના જોશ ટંગ 4 સ્થાનની બઢતી સાથે સંયુક્ત રીતે 13મા અને પાકિસ્તાનના મોહમ્મદ અબ્બાસ 10 સ્થાનની છલાંગ સાથે સંયુક્ત રીતે 15મા નંબર પર પહોંચી ગયા છે. ટેસ્ટ બેટિંગમાં બ્રુક નંબર-1 ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના હેરી બ્રુક નંબર-1 પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ બીજા અને જો રૂટ ત્રીજા નંબર પર છે. શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ 2 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં પહોંચી ગયા છે. પાકિસ્તાનના સઉદ શકીલ 15 સ્થાન ઉપર ચઢીને 18મા, શ્રીલંકાના સોનલ દિનુષા 29 સ્થાનની છલાંગ સાથે 25મા અને ભારતના દેવદત્ત પડિક્કલ 5 સ્થાન ઉપર ચઢીને 54મા નંબર પર છે. બુમરાહની ગેરહાજરી અને સ્ટાર્કનું પ્રદર્શન બન્યું કારણ બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિરીઝમાં રમી શક્યા ન હતા. તેમની ગેરહાજરી વચ્ચે સ્ટાર્કે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ટોચ પર પહોંચ્યા હતા. ટી-20 રેન્કિંગમાં બ્રેવિસને 6 સ્થાનનો ફાયદો સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ ટી-20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં 6 સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર પહોંચી ગયા છે. નામિબિયામાં ચાલી રહેલી ટ્રાઇ સિરીઝમાં તેમણે 75, અણનમ 75 અને 41 રનની ઇનિંગ્સ રમી છે. ભારતના ઇશાન કિશન નંબર-1, પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન બીજા અને અભિષેક શર્મા ત્રીજા નંબર પર છે. બોલિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન નંબર-1 પર યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    राम मंदिर के नए ट्रस्टी बने निर्मला यादव, महेश भागचंदका और मदन पांडे
    Next Article
    એર ઇન્ડિયા એક્સપ્રેસે ક્રૂ મેમ્બર્સનો યુનિફોર્મ બદલ્યો:કેળાના રેસામાંથી બનેલા ફેબ્રિકમાંથી કપડાં તૈયાર થયા, કાંજીવરમ અને ગમોસા ક્રાફ્ટ ડિઝાઇન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment