Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔડાના ડિરેક્ટર અને IBના અધિકારી બની છેતરપિંડી:11 લોકોને મકાન અપાવવાના નામે ₹24.50 લાખ પડાવ્યા, સ્વિસ બેંકના ₹3,400 કરોડના નકલી સ્ટેટમેન્ટ બનાવ્યાં

    7 hours ago

    અમદાવાદના વસ્ત્રાપુરમાં ઔડાના મકાનો સસ્તા ભાવે અપાવવાના નામે 11 લોકો પાસેથી રૂ. 24.50 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. રાજેશ ઉર્ફે રાજભા બાબુલાલ રાઠોડે પોતે ઔડાનો ડિરેક્ટર અને આઈબીનો નિવૃત અધિકારી હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લીધા હતા. આ મામલે યુવતીએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફિલ્મોના પ્રમોશનથી સંપર્ક થયો મોટેરામાં રહેતી નિયતિ જૈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો સંપર્ક રાજેશ રાઠોડ સાથે ફિલ્મોના સોશિયલ મીડિયા પ્રમોશન દરમિયાન થયો હતો. રાજેશે અનેક ગુજરાતી ફિલ્મો લાઇનઅપમાં હોવાનું કહી તેમને સોશિયલ મીડિયા પાર્ટનર બનવાની ઓફર કરી હતી. દરમિયાન તેણે ઔડાના મકાનો સરળતાથી અપાવી શકતો હોવાનો દાવો કર્યો હતો. ફેબ્રુઆરી, 2026માં નિયતિએ અને તેમના પતિ રાજેશના ઘરે મળ્યા ત્યારે મકાન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરતા રાજેશે ટોકન પેટે રૂ. 1 લાખ પડાવ્યા હતા. બનાવટી દસ્તાવેજો અને નકલી સ્ટેટમેન્ટ બતાવી વિશ્વાસ જીત્યો વિશ્વાસ જીતવા માટે રાજેશે ઔડાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પોતાનું નામ દર્શાવતો બનાવટી દસ્તાવેજ બતાવ્યો હતો. આ ઉપરાંત આઇબીમાંથી નિવૃત થયા હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, સ્વિસ બેંકમાં રૂ. 3,400 કરોડ હોવાનું દર્શાવતી નકલી બેંક સ્ટેટમેન્ટ પણ બતાવી હતી. તેની વાતોમાં આવી નિયતિએ અન્ય પરિચિતોને પણ જોડ્યા હતા. ચેક બાઉન્સ થતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કુલ 11 લોકો પાસેથી રૂ. 24.50 લાખ લીધા બાદ મકાન ન મળતાં 1 ઓગસ્ટે કરાર નોટરાઇઝ્ડ કરાયો હતો. 17 ઓગસ્ટ સુધી નાણાં પરત આપવાનું કબૂલ્યું છતાં રકમ પરત ન કરી. બાદમાં પ્રશાંત ગાંધીના નામે રૂ. 6.30 લાખનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો હતો. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ:મંદિરના 250 વર્ષ પૂર્ણ થવા પર કાર્તિકી પૂર્ણિમાએ 11 કુંડી યજ્ઞ યોજાશે, સંપૂર્ણ શિવપરિવારવાળુ મંદિર
    Next Article
    દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ 13.02 કરોડ મંજૂર:ફેઝ-2માં ધર્મશાળા, ટોઇલેટ બ્લોક અને ગર્ભગૃહનું રિનોવેશન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment