Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ 13.02 કરોડ મંજૂર:ફેઝ-2માં ધર્મશાળા, ટોઇલેટ બ્લોક અને ગર્ભગૃહનું રિનોવેશન થશે

    8 hours ago

    નર્મદાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસને વધુ વેગ મળશે. આદિવાસી સમાજની આસ્થા સાથે જોડાયેલા આ ધાર્મિક સ્થળના ફેઝ-2ના વિકાસ માટે રૂ.13.02 કરોડના પ્રોજેક્ટને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંજૂરી આપી છે. ફેઝ-2ના કામમાં બે નવા ટોઇલેટ બ્લોક, ટ્રસ્ટની જગ્યામાં નવી ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, સ્વચ્છતા અને મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે. ફેઝ-1માં રૂ.11.33 કરોડના ખર્ચે વિકાસ કરાયો હતો દેવમોગરા ખાતે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તબક્કાવાર વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ ફેઝ-1માં રૂ.11.33 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. ફેઝ-1 હેઠળ ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, પથ્થરનો પ્રવેશદ્વાર, પાર્કિંગ, પાથવે તેમજ 295 દુકાનોની સુવિધાઓ કરાઈ હતી. જેના કારણે મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પાયાની સુવિધાઓમાં વધારો થયો છે. ધાર્મિક પ્રવાસનની સાથે સ્થાનિક રોજગારીને પણ ફાયદો ફેઝ-2ની કામગીરીથી દેવમોગરા ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓ વધુ મજબૂત બનશે. ખાસ કરીને ધર્મશાળાના નિર્માણથી બહારથી આવતા શ્રદ્ધાળુઓને રહેવાની સુવિધા મળશે, જ્યારે નવા ટોઇલેટ બ્લોકથી સ્વચ્છતાની વ્યવસ્થા સુધરશે. મંદિરના ગર્ભગૃહના રિનોવેશનથી ધાર્મિક સ્થળના સંરક્ષણ અને વિકાસને પણ વેગ મળશે. સમગ્ર પ્રોજેક્ટથી દેવમોગરાના ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે સ્થાનિક વેપાર, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ઔડાના ડિરેક્ટર અને IBના અધિકારી બની છેતરપિંડી:11 લોકોને મકાન અપાવવાના નામે ₹24.50 લાખ પડાવ્યા, સ્વિસ બેંકના ₹3,400 કરોડના નકલી સ્ટેટમેન્ટ બનાવ્યાં
    Next Article
    પ્રિ. એમ. સી. શાહ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી:20 વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડ સંભાળ્યા, સુતરની આંટીથી ગુરુજનોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment