Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ:મંદિરના 250 વર્ષ પૂર્ણ થવા પર કાર્તિકી પૂર્ણિમાએ 11 કુંડી યજ્ઞ યોજાશે, સંપૂર્ણ શિવપરિવારવાળુ મંદિર

    6 hours ago

    પાટણના દામજીરાવ બાગમાં આવેલા 250 વર્ષ જૂના ઐતિહાસિક છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મંદિરના નિર્માણને 250 વર્ષ પૂરા થવાના અવસરે અહીં ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ યોજાશે. આ યજ્ઞ કાર્તિક સુદ તેરસથી કાર્તિકી પૂનમ સુધી ચાલશે અને તેમાં 11 કુંડી મહાયજ્ઞનો સમાવેશ થાય છે. ધર્મપ્રેમી લોકોને દર્શન અને સેવા લાભ લેવા માટે આમંત્રણ અપાયું છે. છત્રપતેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલી જેવું છે અને તે 36 થાંભલાઓ પર બનેલું છે. આ શિવાલય સંવત 1829 (વર્ષ 1773)માં સયાજીરાવ ગાયકવાડ સરકારે દામજીરાવની યાદમાં બનાવ્યું હતું. તે સમયે તેને બનાવવા માટે 25,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ મંદિર પથ્થર અને ચૂનાથી બનેલું છે અને તેનો આકાર છત્રી જેવો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી, ગણપતિ, નંદી અને કાર્તિકેય સ્વામી સહિત આખો શિવ પરિવાર એકસાથે બિરાજમાન છે. મંદિરના છાયા મંડપમાં ગોપ-ગોપીઓ અને રાસક્રીડાની સુંદર કલાકૃતિઓ પણ જોવા મળે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં કાર્તિક સ્વામીના મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે. મંદિરના 250 વર્ષ પૂરા થવાની ખુશીમાં અને બધાના કલ્યાણ માટે આ દિવ્ય મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞનો કાર્યક્રમ આ મુજબ છે: પહેલો દિવસ 22 નવેમ્બર 2026, રવિવાર (કારતક સુદ-13); બીજો દિવસ 23 નવેમ્બર 2026, સોમવાર (કારતક સુદ-14); અને ત્રીજો દિવસ 24 નવેમ્બર 2026, મંગળવાર (કારતક સુદ-15/પૂનમ). સૌરભ પંડ્યાએ જણાવ્યું કે, શિવરાત્રી અને કાર્તિક મહિના દરમિયાન આ જૂના મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો થાય છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
    Click here to Read More
    Previous Article
    કેરળમાં મહિલા કોંગ્રેસ ધારાસભ્ય સાથે મારામારી:કાર્યકરોએ હાથ મચડ્યો, ધક્કામુક્કી કરી; રમ્યા હરિદાસ હોસ્પિટલમાં દાખલ, 7 લોકો પર FIR
    Next Article
    ઔડાના ડિરેક્ટર અને IBના અધિકારી બની છેતરપિંડી:11 લોકોને મકાન અપાવવાના નામે ₹24.50 લાખ પડાવ્યા, સ્વિસ બેંકના ₹3,400 કરોડના નકલી સ્ટેટમેન્ટ બનાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment