Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રમાં ગુજરાત કેડરના IASનો દબદબો:વિજય નેહરા, મોના ખંધાર અને આરતી કંવરને મોટી જવાબદારી; PMO અને DGCAમાં પણ મહત્ત્વની નિમણૂક

    6 days ago

    કેન્દ્ર સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતા વિવિધ મંત્રાલયોમાં વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂક અને બઢતી જાહેર કરી છે. ખાસ કરીને ગુજરાત કેડરના અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. મોના કે. ખંધારને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં મહત્ત્વની જવાબદારી જાહેર કરાયેલા આદેશ મુજબ મોના કે. ખંધાર (IAS GJ:96) ને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત આરતી કંવર (IAS GJ:2001) ને ટેક્સટાઇલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. તે જ રીતે વિજય નેહરા (IAS GJ:2001)ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે, જે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. ગુજરાત કેડરના બે અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં મોકલાયા અન્ય નિમણૂકોમાં વીર વિક્રમ યાદવ (IAS OR:96)ને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્રીધર ચિરુવોલુ (IAS BH:2001)ને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં એડિશનલ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ ગુજરાત કેડરના બે અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં મોકલી મહત્ત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા તેમજ વિવિધ વિભાગોમાં ઝડપી નિર્ણયક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ:હિંમતનગર ફાયર ટીમે 20 હજાર લીટર પાણીથી કાબૂ મેળવ્યો
    Next Article
    બોટાદમાં મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો:શહેરમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment