Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી IAS-IPS બનનાર યુવાનોને ઇનામની જાહેરાત:આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરી રૂ. 2.51 લાખ આપશે

    6 hours ago

    અખિલ આંજણા કેળવણી મંડળ, પાટણ દ્વારા આદર્શ વિદ્યાલય ખાતે 'સમાજ રત્નોનું સન્માન' અને 'સ્નેહમિલન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સમાજના પ્રતિભાશાળી રત્નોનું સન્માન કરાયું હતું, તેમજ ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી આગામી સમયમાં IAS અને IPS અધિકારી બનનાર ઉમેદવારોને રૂ. 2.51 લાખનું પ્રોત્સાહન આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. પાટણ સ્થિત આદર્શ વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત આ સમારોહની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા વિપુલભાઈ કે. ચૌધરી (IAS), અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગરના પ્રમુખ હરિભાઈ ચૌધરી અને વિશ્વ આંજણાધામના પ્રમુખ મણીભાઈ કે. ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. મહેમાનોએ પોતાના વક્તવ્યમાં સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ અંગેના મુદ્દાઓ રજૂ કર્યા હતા. સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજ રત્નોનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થયેલા સમાજ રત્નોએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરીને આયોજકોનો આભાર માન્યો હતો અને પોતાની સફળતાના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના એક મહત્વના તબક્કે આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરીએ શિક્ષણ અને ઉચ્ચ વહીવટી સેવાઓને પ્રોત્સાહન આપતી મોટી જાહેરાત કરી હતી. તેમણે ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી જે કોઈ યુવાન કે યુવતી આગામી સમયમાં IAS કે IPS અધિકારી બનશે, તેમને રૂ. 2.51 લાખની પ્રોત્સાહક રાશિ આપવાની ઘોષણા કરી હતી. સમારોહના અંતિમ ચરણમાં સમારંભના અધ્યક્ષ અને અખિલ આંજણા કેળવણી મંડળ, પાટણના પ્રમુખ રામસિંહભાઈ ડી. ચૌધરીએ અધ્યક્ષીય ઉદબોધન આપ્યું હતું. તેમણે મંડળની પ્રવૃત્તિઓનો ચિતાર આપીને ઉપસ્થિત સૌ સમાજજનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:જામજોધપુર પોલીસે કોટડા બાવીશી ગામના પાટિયા પાસેથી વોરંટના આધારે પકડ્યો
    Next Article
    સુરતમાંથી એક જ દિવસમાં 27 કિલો ગાંજો ઝડપાયો:ટ્રેનની સીટ નીચેથી 17 કિલો બિનવારસી જથ્થો મળ્યો, જ્યારે પ્લેટફોર્મ નં.1 પરથી 10 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment