Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાંથી એક જ દિવસમાં 27 કિલો ગાંજો ઝડપાયો:ટ્રેનની સીટ નીચેથી 17 કિલો બિનવારસી જથ્થો મળ્યો, જ્યારે પ્લેટફોર્મ નં.1 પરથી 10 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

    6 hours ago

    સુરત રેલવે પોલીસ અને SOGની ટીમે 'મિશન સેફ સ્ટેશન' અભિયાન હેઠળ એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યવાહી કરીને કુલ રૂ.13.60 લાખથી વધુની કિંમતનો 27.215 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પ્રથમ ઘટનામાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 17.115 કિલો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે બીજી ઘટનામાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી 10.100 કિલો ગાંજા સાથે ઓડિશાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસની સીટ નીચેથી બિનવારસી જથ્થો મળ્યો પ્રથમ બનાવમાં, ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ વ્યારા સ્ટેશનથી પસાર થયા બાદ રેલવે પોલીસ અને RPFની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રિઝર્વેશન કોચ નંબર B/6ની સીટ નંબર 57 નીચે શંકાસ્પદ હાલતમાં પડેલી એક બ્રાઉન ટ્રોલીબેગ અને કાળા બેકપેકની તલાશી લેતા તેમાંથી 8,55,750ની કિંમતનો 17.115 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસ પકડથી બચવા અજાણ્યો શખ્સ આ જથ્થો મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા સુરત રેલવે પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પ્લેટફોર્મ નં.1 પરથી 10 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો બીજી કાર્યવાહીમાં, રેલવે SOG અને NDPS ડેડિકેટેડ ટીમ સુરત રેલવે સ્ટેશન પર વોચમાં હતી. સાંજે 5 વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર 1 પર સ્પીડ પાર્સલ ઓફિસ પાસેથી બાઈક પાર્કિંગ તરફ જતા એક શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ કરાઈ હતી. ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી બુધિયા ઉર્ફે જતી સ્વાંઇ (ઉં.વ. 25) પાસેની ટ્રોલીબેગમાંથી 5,05,000ની કિંમતનો 10.100 કિલોગ્રામ ગાંજો અને રોકડ સહિત કુલ 5,05,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી IAS-IPS બનનાર યુવાનોને ઇનામની જાહેરાત:આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરી રૂ. 2.51 લાખ આપશે
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:તાપી-ડુમસ બીચ હોવા છતાં રિવર ફ્રન્ટ અને કોસ્ટલ ટાઉન એવોર્ડમાંથી પણ સુરત બહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment