Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ:તાપી-ડુમસ બીચ હોવા છતાં રિવર ફ્રન્ટ અને કોસ્ટલ ટાઉન એવોર્ડમાંથી પણ સુરત બહાર

    14 hours ago

    દેશના સૌથી સ્વચ્છ શહેરોની રાષ્ટ્રીય સ્પર્ધામાં પાલિકા સુપર સ્વચ્છ લીગમાં પ્રથમ ક્રમેથી બીજા ક્રમે રિવર્સ ગિયરમાં આવી ગઈ છે. એટલું જ નહીં કેન્દ્રએ નવી કેટેગરી ‘સ્વચ્છ રિવર ફ્રન્ટ ટાઉન’ અને ‘સ્વચ્છ કોસ્ટલ ટાઉન’ કેટેગરીના એવોર્ડ જાહેર કર્યા, પરંતુ તાપી નદીના તટે વસેલા અને ડુમસ-હજીરા જેવો દરિયાકિનારો ધરાવતાં સુરતનું નામ આ બંને કેટેગરીનાં ટોચનાં ત્રણ શહેરોમાં પણ જોવા મળ્યું નથી. આ કેટેગરી માટે પણ સુરત પાલિકા પાસેથી ઓવારા અને દરિયાના બીચ અંગેની માહિતી SBMની ટીમે મંગાવી હતી અને મનપાએ ડુમસ બીચ અને તાપી નદી કિનારાના રામમઢી તથા કતારગામના ઓવારાની વિગતો આપી પણ હતી. લૂલો બચાવ: લીગમાં બીજો ક્રમ આવ્યો હોવાથી સમાવેશ ન કરાયો સોલિડ વેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીએ આ મામલે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, ‘સ્વચ્છ ભારત મિશનની ટીમે માંગેલી વિગતો મુજબ ડુમસ બીચ તેમજ બ્યુટીફાય કરાયેલા કતારગામ અને રામમઢી ઓવારાની માહિતી ડસ્ટબીન અને પે-એન્ડ-યુઝની સુવિધા સાથે મોકલવામાં આવી હતી. જો કે, સુપર લીગમાં ક્લિન સિટી તરીકે બીજા ક્રમે સ્થાન મળ્યું હોવાથી સુરતનો આ નવી કેટેગરીમાં સમાવેશ થયો નથી.’ ડુમસ બીચ પાલિકા હસ્તક, છતાં કોસ્ટલ ટાઉનમાં પાછળ ડુમસ બીચનું સંચાલન મનપા હસ્તક છે અને અહીં સી-ફેસ ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે છતાં કેન્દ્રના આવાસ-શહેરી મંત્રાલયના 200 ગુણના મૂલ્યાંકનમાં સુરત પાછળ રહી ગયું છે. આ કેટેગરીમાં બીચની નિયમિત સફાઈ, કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિક પ્રતિબંધ, જાહેર શૌચાલય અને બીચથી 500 મીટરના ઘેરાવામાં કચરાના ઢગલા ન હોવા જેવા માપદંડો પર સ્થળ ચકાસણી થાય છે, જેમાં સુરત ટોપ-3માં આવી શક્યું નથી. રિવરફ્રન્ટ ફરજિયાત નહોતો, માત્ર ઘાટની સફાઈ જરૂરી હતી તાપી પર 7,882 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 2024ની મંજૂરી પ્રક્રિયા અને 2026-27ના બજેટમાં જોગવાઈ છતાં આ પ્રોજેક્ટ હજુ કાગળ પર જ છે. જો કે, મંત્રાલયની ટૂલકિટ મુજબ એવોર્ડ માટે પાક્કો રિવરફ્રન્ટ ફરજિયાત નથી, પરંતુ 200 ગુણનું મૂલ્યાંકન ઘાટોની દૈનિક સફાઈ, પૂજાપાના નિકાલ, ગટરના પાણી અટકાવવા અને ઘાટથી 500 મીટર સુધી કચરો ન હોવા પર આધારિત હોય છે. આમ, તાપીના ઘાટોની સ્વચ્છતાના આધારે સુરતની દાવેદારી મજબૂત બની શકી હોત.
    Click here to Read More
    Previous Article
    સુરતમાંથી એક જ દિવસમાં 27 કિલો ગાંજો ઝડપાયો:ટ્રેનની સીટ નીચેથી 17 કિલો બિનવારસી જથ્થો મળ્યો, જ્યારે પ્લેટફોર્મ નં.1 પરથી 10 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો
    Next Article
    Gujarat Breaking News | 11 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment