Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભરથી ગાંધીનગર જતાં શિક્ષક-શિક્ષિકાઓની કાર ઝાડ સાથે અથડાઈ:કોલ્હાપુર પાટિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતાં i10 કાર ઝાડે ટકરાઈ, 5 ઘાયલ

    1 day ago

    ભાભરથી ગાંધીનગર જઈ રહેલા શિક્ષકોની કારનો રાધનપુર-ભાભર માર્ગ પર કોલ્હાપુર ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં કાર ઝાડ સાથે અથડાતાં ત્રણ સરકારી શિક્ષકો અને બાઇક ચાલક સહિત કુલ પાંચ લોકો ઘાયલ થયા હતા. શાળામાં બે દિવસની રજા હોવાથી શિક્ષકો કાર મારફતે ભાભરથી ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન કોલ્હાપુર ગામના પાટિયા નજીક અચાનક સામે આવી ગયેલા બાઇક ચાલકને બચાવવા જતાં કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિઓમાં 65 વર્ષીય ધરમશી ગલાભાઈ પરમાર, 34 વર્ષીય શિક્ષક ઝંખનાબેન સવસીભાઈ પરમાર, 36 વર્ષીય શિક્ષક શર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ, 31 વર્ષીય શિક્ષક ધર્મિષ્ઠાબેન રમેશભાઈ પ્રજાપતિ અને 17 વર્ષીય બાઇક ચાલક સાજન ધનજીભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઘાયલોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ઝંખનાબેન પરમારની સ્થિતિ ગંભીર જણાતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે રાધનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આમ આદમી પાર્ટીએ પાટણમાં તિરંગા બાઇક રેલી યોજી:80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો
    Next Article
    80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરમાં ભવ્ય ઉજવણી:કાળિયાબીડમાં સ્કૂલમાં ચાલુ કાર્યક્રમમાંથી કોર્પોરેટરોએ ચાલતી પકડી, રાજ્યકક્ષાએ વિજેતા હોમગાર્ડઝના રમતવીરોનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment