Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરમાં ભવ્ય ઉજવણી:કાળિયાબીડમાં સ્કૂલમાં ચાલુ કાર્યક્રમમાંથી કોર્પોરેટરોએ ચાલતી પકડી, રાજ્યકક્ષાએ વિજેતા હોમગાર્ડઝના રમતવીરોનું સન્માન

    1 day ago

    80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા કાળિયાબીડની મારૂતિ યોગ આશ્રમ શાળા નંબર.83માં મેયર ઉષાબેન તલરેજાએ ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસની નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. જો કે આ ચાલુ કાર્યક્રમ દરમિયાન કોર્પોરેટરોએ ચાલતી પકડી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય પર ઉજવણી શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ મેયરો તથા નગરસેવકો તથા સંગઠનના કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારુતિ યોગ આશ્રમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે મારુતિ યોગ આશ્રમ શાળા નંબર 83માં કરવામાં આવ્યું હતું. જ્યાં મેયર ઉષાબેન તલરેજાના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. મેયરનું સંબોધન અને મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ખેલાડીઓને એવોર્ડ વિતરણ, સફાઈ કર્મચારીઓને સન્માનિત અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાટર્સ પર ધ્વજવંદન ભાવનગર જિલ્લા પંચાયતમાં પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પંચાયત પ્રમુખ અશોક લાધવા દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાટર્સ ખાતે દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિકાસ, વિજ્ઞાન અને ઇનોવેશન માટે આ વર્ષે આપવામાં આવેલી મુખ્ય થીમ "યુવા શક્તિ”ને સાર્થક કરવાના ભાગરૂપે સર ટી. હોસ્પિટલના જાણીતા M.B.B.S. ડોક્ટર ગણેશભાઈ બારૈયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ વિજેતા રમતવીરોનું સન્માન કરાયું સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી અંતર્ગત રમત-ગમત ક્ષેત્રે રાજ્યકક્ષાએ વિજેતા થઈ ભાવનગરનું નામ રોશન કરનાર તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર હોમગાર્ડઝના રમતવીરોને ડો.ગણેશ બારૈયાના શુભ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડઝ જવાનો દ્વારા અંગદાન અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા, ડો.ધવલ મકવાણા, ડો.યશ દવે સહીત હોમગાર્ડઝદળના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ હોમગાર્ડઝ જવાનોએ ભારે ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. અને સમગ્ર ભાવનગર શહેર આજે તિરંગામય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાભરથી ગાંધીનગર જતાં શિક્ષક-શિક્ષિકાઓની કાર ઝાડ સાથે અથડાઈ:કોલ્હાપુર પાટિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતાં i10 કાર ઝાડે ટકરાઈ, 5 ઘાયલ
    Next Article
    NDTV Jai Jawan 2026: Saif Ali Khan Says Taimur and Jeh Fear Wars, "I Tell Them Indian Army Is Protecting Us"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment