Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત HPV રસીકરણમાં દેશભરમાં પ્રથમ:7.30 લાખ કિશોરીને મળ્યું સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાકવચ, માત્ર 3 મહિનામાં 100% રસીકરણ

    12 hours ago

    ગુજરાતે કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર)થી સુરક્ષિત કરવા હાથ ધરાયેલા HPV રસીકરણ અભિયાનમાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 વર્ષની પાત્ર 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપી આવરી લેવામાં આવી છે. રાજ્ય સરકારે માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ પૂર્ણ કર્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, મહિલાઓમાં જોવા મળતા ગંભીર કેન્સરમાં સર્વાઇકલ કેન્સરનો સમાવેશ થાય છે, પરંતુ યોગ્ય ઉંમરે HPV રસી આપવામાં આવે તો આ રોગ સામે અસરકારક સુરક્ષા મેળવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ અભિયાનને મહાયજ્ઞની જેમ આગળ ધપાવ્યું હતું. કેન્દ્રે વધુ 2.72 લાખ ડોઝ આપ્યા ગુજરાતની કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે રાજ્યને વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. ત્યારબાદ 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા પર્વ’ અંતર્ગત વિશેષ રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનના પ્રથમ દિવસે જ 71 હજારથી વધુ કિશોરીઓને HPV રસી આપવામાં આવી હતી. જ્યારે 10 દિવસના સેવા પર્વ દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર સુધી મફત રસી મળશે રાજ્યમાં જે 14 વર્ષની કિશોરીઓ કોઈ કારણસર HPV રસીથી વંચિત રહી ગઈ છે, તેમને હવે પણ રસી મળી શકશે. સરકારે રસીકરણ અભિયાનની મુદત 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવી છે. આ રસી રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, CHC તથા PHC કેન્દ્રો પર 14 વર્ષની કિશોરીઓ માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રીએ વાલીઓને અપીલ કરી છે કે, તેમની 14 વર્ષની દીકરી જો હજુ HPV રસીથી વંચિત હોય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી રસી અપાવે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીની આંગણવાડીઓમાં 'આનંદ અને ઉમંગના રંગો' ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ:રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન
    Next Article
    પરીક્ષા - પરિણામના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિણામ જાહેર થયા પૂર્વે બીજી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ, રૂ.5000 લેઇટ ફી ભરવા છાત્રો મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment