Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા - પરિણામના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિણામ જાહેર થયા પૂર્વે બીજી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ, રૂ.5000 લેઇટ ફી ભરવા છાત્રો મજબૂર

    11 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા અને પરિણામ પ્રક્રિયાના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. બી.એ. સેમેસ્ટર - 5 નું પરિણામ સોમવારે જાહેર થયું. જોકે તેમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની આગામી રેમેડિયલ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ. જેથી વિદ્યાર્થીઓ રૂ.715 ના બદલે રૂ.5000 લેઇટ ફી ભરવા મજબૂર બન્યા છે. જ્યારે બી.કોમ. સેમેસ્ટર - 3 માં રિઅસેસમેન્ટનું પરિણામ આવ્યું નથી ત્યાં આગામી પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ. વિદ્યાર્થીઓની આ સમસ્યાને લઈને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતાએ પરીક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી છે. વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિત રાજપૂતે પરીક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી તાત્કાલિક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે.તેમણે જણાવ્યું હતું કે, B.A. સેમેસ્ટર-5ના સપ્લિમેન્ટરી પરીક્ષાનું પરિણામ 28 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું. જ્યારે આગામી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 14થી 22 સપ્ટેમ્બર સુધીની હતી. પરિણામ જ છેલ્લી તારીખ બાદ જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે જે વિદ્યાર્થીઓને પરિણામના આધારે પરીક્ષા ફોર્મ ભરવાનું છે તેઓ સમયસર ફોર્મ કેવી રીતે ભરી શકે? તેમ છતાં હવે આવા વિદ્યાર્થીઓને ₹5,000 લેટ ફી સાથે ફોર્મ ભરવાનું જણાવવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીના પરિણામમાં થયેલા વિલંબની સજા વિદ્યાર્થીઓને શા માટે? તેવો સવાલ ઉઠાવતા તેમણે માંગ કરી છે કે, પરિણામ મોડું જાહેર થવાના કારણે ફોર્મ ભરી ન શકેલા વિદ્યાર્થીઓ પાસેથી એકપણ રૂપિયાની લેટ ફી વસૂલ્યા વિના વિશેષ તક આપવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે, બી.કોમ. સેમેસ્ટર-3 (ગુજરાતી માધ્યમ)ના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કેટલાક રેન્કર વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા હોવાની રજૂઆતો બાદ પેપર રિ-એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. હાલમાં રેમેડિયલ પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓને “ફોર્મ ભરી દો, રિઝલ્ટમાં પાસ હશો તો પરીક્ષા નહીં આપવી પડે અને નાપાસ હશો તો પરીક્ષા આપી દેજો” તેવી સૂચના આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.જોકે રિ-એસેસમેન્ટનું પરિણામ ક્યારે આવશે તે અંગે સ્પષ્ટતા ન હોય ત્યારે વિદ્યાર્થીઓએ શું કરવું? રિ-એસેસમેન્ટનું પરિણામ મોડું આવે અને વિદ્યાર્થી રિમેડિયલ પરીક્ષાનું ફોર્મ ન ભરી શકે તો તેની જવાબદારી કોણ લેશે? તેવો સવાલ રોહિતસિંહ રાજપૂતે ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાના ઉકેલ માટે યુનિવર્સિટીની હેલ્પલાઈન પર સંપર્ક કરી રહ્યા છે પરંતુ યોગ્ય માર્ગદર્શન મળતું નથી અને ઉડાઉ જવાબ આપીને ફોન કટ કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પરીક્ષા નિયામકને રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરી છે કે વિદ્યાર્થીઓને તંત્રની ભૂલ કે પરિણામ જાહેર કરવામાં થયેલા વિલંબની સજા ન થવી જોઈએ. B.A. સેમેસ્ટર-5ના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને લેટ ફી વિના ફોર્મ ભરવાની તક, B.Com સેમેસ્ટર-3ના રિ-એસેસમેન્ટ અને રિમેડિયલ પરીક્ષા વચ્ચે યોગ્ય સંકલન તથા વિદ્યાર્થીઓને લેખિત અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે. આ મામલે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ.ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, B.A. સેમેસ્ટર-5ના સપ્લિમેન્ટરી પરીક્ષાનું પરિણામ 28 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું. આગામી રેમેડીયલ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 14થી 22 સપ્ટેમ્બર સુધીની હતી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી લેઇટ ફી વસૂલવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ પાસેથી રેગ્યુલર ફી જ લેવામાં આવે તેવી સૂચના આપી છે. કિસ્સો :1 રેમેડિયલ એક્ઝામનું ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ જૂનું રિઝલ્ટ આવ્યું વિદ્યાર્થીએ કહ્યું કે, હું BA sem - 5 ની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયો હોવાથી સપ્લિમેન્ટ્રી એક્ઝામ આપી હતી. જેનું રિઝલ્ટ આવ્યું. તેમાં હું એક વિષયમાં ફેઈલ થયો. જોકે રેમેડિયલ એક્ઝામ માટે ફોર્મ ભરવાનો સમયગાળો તા.14 થી 22 સપ્ટેમ્બર દરમિયાનનો હતો. રિઝલ્ટ આવ્યું ત્યારે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ. હું ગઈકાલે 28 સપ્ટેમ્બરના ગયો તો રૂ.5000 લેટ ફી થશે તેવો જવાબ મળ્યો. કિસ્સો: 2 બી.કોમ. સેમ.3 માં રેમેડિયલ એક્ઝામના ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ પણ રી- એસેસમેન્ટનું રિઝલ્ટ નથી આવ્યું કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીએ કહ્યું કે, બી.કોમ. સેમેસ્ટર - 3 માં ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રી- એસેસમેન્ટ કરાવ્યું હતું. જોકે તે બાદ પરિણામ નથી આવ્યું ત્યાં જ રેમેડિયલ એક્ઝામના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ. પરિણામ ન આવતા હું પાસ છું કે નાપાસ એ ખ્યાલ નથી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત HPV રસીકરણમાં દેશભરમાં પ્રથમ:7.30 લાખ કિશોરીને મળ્યું સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાકવચ, માત્ર 3 મહિનામાં 100% રસીકરણ
    Next Article
    સ્વચ્છતા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક:પાલિકાએ દોઢ મહિનામાં 1.12 કરોડના દંડની ઐતિહાસિક વસૂલાત કરી, 121 એકમો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment