Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારપુર મેડિકલ કોલેજમાં નવરાત્રી શરૂ:HMSA અને JDA દ્વારા 1200થી વધુ વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા

    11 hours ago

    ધારપુરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 'હેલ્લારો ૨૦૨૬' નવરાત્રી મહોત્સવ શરૂ થયો. HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (HMSA) અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) દ્વારા આયોજિત આ મહોત્સવમાં ૧૧ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ૧૨૦૦થી ૧૫૦૦ મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે તે છે. ૧૩ ઓક્ટોબરે કલાકાર પૂજા કૃષ્ણા લાઈવ ગરબા કરશે, જ્યારે ૧૫ ઓક્ટોબરે ડીજે મંથનના તાલે વિદ્યાર્થીઓ ગરબા કરશે. અંબાજી મંદિરથી લાવેલી અખંડ જ્યોતના દર્શન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણમાં કરી શકાશે. કોલેજના ડીન ડો. દિક્ષિતકુમાર મોઢ અને તબીબી અધિક્ષક ડો. પારૂલબેન શર્માનું માર્ગદર્શન મળ્યું છે. શરૂઆતમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. ડીન ડો. દિક્ષિતકુમાર મોઢે સૌનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    'આ શિવજીની જાન, તાંડવ નક્કી છે':રાહુલ ગાંધીએ નવો દાવ રમ્યો, દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી શકે, 12 વર્ષમાં પહેલીવાર મોદી સરકાર બેકફુટ પર
    Next Article
    સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:અમદાવાદની પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા પોક્સો કોર્ટનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment