Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં HIV જાગૃતિ માટે રેલી યોજાઈ:સર પ્રતાપ નર્સિંગ સ્કૂલના 200 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા;ભેદભાવ દૂર કરવા સકારાત્મક સંદેશ

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મંગળવારે HIV અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એક ભવ્ય રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર અને સર પ્રતાપ ગવર્નમેન્ટ નર્સિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઇન્ટેન્સિફાઇડ IEC અભિયાન હેઠળ હાથ ધરાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયા અને HIV-TB અધિકારી ડૉ. ફાલ્ગુનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ આ આયોજન થયું હતું. ડૉ. ફાલ્ગુનીબેને રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સર પ્રતાપ ગવર્નમેન્ટ નર્સિંગ સ્કૂલના 200થી વધુ વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ સાથે આ યાત્રામાં જોડાયા હતા. જૂની સિવિલથી ટાવર ચોક સુધી રેલી આ જાગૃતિ રેલી જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થઈ ટાવર ચોક પહોંચી હતી. ત્યારબાદ તે જ નિશ્ચિત માર્ગ પર પરત ફરીને જૂની સિવિલ હોસ્પિટલ ખાતે સંપન્ન થઈ હતી. સમાજમાંથી કલંક અને ભેદભાવ નાબૂદ કરવા અપીલ રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ રાખીને અને સૂત્રોચ્ચાર કરીને HIV અંગે સકારાત્મક સંદેશ વહેતો કર્યો હતો. લોકોને આ રોગથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવાની સાથે HIV પોઝિટિવ વ્યક્તિઓ પ્રત્યેનો ભેદભાવ દૂર કરવા હાકલ કરાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને જોખમોથી વાકેફ કરી 'બ્રેક ફ્રી ઇન્ડિયા' દ્વારા સ્વમૂલ્યાંકન માટે પ્રેરિત કરવાનો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા આ જાગૃતિ અભિયાનમાં સાબરકાંઠા જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ, દિશા સ્ટાફ તથા ટેકનિકલ એક્સપર્ટ જીગ્નેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની વિવિધ ફેસિલિટીમાં NACP અંતર્ગત સેવા આપતા કર્મચારીઓ અને વિહાન સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 12 માળેથી ઝંપલાવી યુવકનો આપઘાત:પરિણીત યુવાનને માતા પિતાએ ઘરમાંથી કાઢી મુકતા ત્યકતા સાથે મૈત્રી કરાર કરી રહેતો, ઝઘડો થતા કંટાળી સ્ત્રી મિત્રના ઘરે જઈ પગલું ભરી લીધું
    Next Article
    મનપાએ ખરીદેલા ઝાડુ માત્ર ફોટોસેશન માટે!:'5 હજારથી વધુ સફાઈ કામદાર દર મહિને ₹ 20 લાખના ઝાડુ ખરીદવા મજબૂર', કામદારો ઝાડુ લેતા ન હોવાનો અધિકારીનો લૂલો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment