Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાએ ખરીદેલા ઝાડુ માત્ર ફોટોસેશન માટે!:'5 હજારથી વધુ સફાઈ કામદાર દર મહિને ₹ 20 લાખના ઝાડુ ખરીદવા મજબૂર', કામદારો ઝાડુ લેતા ન હોવાનો અધિકારીનો લૂલો બચાવ

    2 days ago

    રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે 5 હજાર કરતા વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. જો કે આ સફાઈ માટે મનપા દ્વારા કામદારોને ઝાડુ અપાતા નથી. તેમજ આ કારણે દરેક કામદાર 80 રૂપિયાનું એક એવા મહિને કુલ 5 ઝાડુ પોતાના ખર્ચે ખરીદવા મજબુર બન્યા હોવાનો આરોપ કામદાર યુનિયને લગાવ્યો છે. એટલું જ નહીં મનપાના ગોડાઉનમાં નાના-મોટા હજારો ઝાડુ છે, જેનો ઉપયોગ માત્ર સ્વચ્છતાનાં કાર્યક્રમોમાં ફોટોસેશન માટે કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ કામદારોને ઝાડુ આપવા છતાં તેઓ લેવા તૈયાર નહીં હોવાનો બચાવ કર્યો છે. 'સફાઈ કામદારોએ પ્રતિ મહિને 20 લાખનો ખર્ચ કરવો પડે' સ્થાનિક સફાઈ કામદારોના કહેવું છે કે, મનપા તરફથી ઝાડુ નહીં મળવાને કારણે પોતાના અંગત ખર્ચે ઝાડુ ખરીદીને શહેરની સફાઈ કરે છે. જેમાં એક સફાઈ કામદાર દર મહિને આશરે 5 ઝાડુ પોતાના ખર્ચે ખરીદે છે. એક ઝાડુની કિંમત અંદાજે 80 રુપિયા ગણીએ તો એક કામદારનો માસિક ખર્ચ 400 થાય છે. મહાનગરપાલિકા હેઠળ 5000થી વધુ સફાઈ કામદારો કાર્યરત છે. આ ગણતરી ધ્યાને લેતા સફાઈ કામદારોને દર મહિને 20,00,000 રૂપિયા મોટો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. 'મનપાના સ્ટોર રૂમમાં હજારો ઝાડુ પડ્યા છે, આપતા નથી' રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરના 80 ફૂટ રોડ પર મનપાના સ્ટોર રૂમમાં હજારોની સંખ્યામાં નાના અને મોટા ઝાડુનો જથ્થો પડ્યો-પડ્યો ધૂળ ખાઈ રહ્યો છે. પરંતુ સફાઈ કામદારોને ઝાડુ આપવામાં આવતા જ નથી. જો આ ઝાડુ કામદારો સુધી પહોંચતા જ નથી, તો પછી તંત્ર આટલી મોટી સંખ્યામાં ઝાડુની ખરીદી કોના માટે અને શા માટે કરે છે? અમને જાણકારી મુજબ મોટા લાકડીવાળા ઝાડુ માત્ર રાજકીય નેતાઓના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, ફોટો સેશન અને વીડિયો શૂટિંગ પૂરતા જ મર્યાદિત રહે છે. 'છેલ્લા પાંચ વર્ષમાં ખરીદી અને વપરાશ અંગે ખુલાસો થવો જોઈએ' પારસ બેડીયાનું કહેવું છે કે, આ વિગતો પરથી મનપાના SWM વિભાગમાં ઝાડુ ખરીદી અંગે પણ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા ઝાડુની ખરીદીનો તમામ હિસાબ જાહેર કરવામાં આવે. કેટલા ઝાડુ ખરીદવામાં આવ્યા, ક્યા ટેન્ડર હેઠળ ખરીદી કરી, કયા સપ્લાયર પાસેથી અને કેટલા રૂપિયાના ખર્ચે ખરીદી થઈ તેનો સ્પષ્ટ ખુલાસો થવો જોઈએ. ઉપરાંત છેલ્લા 5 વર્ષનું ખરીદી, સ્ટોક અને ઈશ્યુ રજીસ્ટર જાહેર કરીને પ્રજાના એક-એક રૂપિયાનો હિસાબ રાજકોટની જનતા સમક્ષ મૂકવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. 'નિયમ મુજબ ખરીદી કર્યાં તે ઝાડુ લેવા સફાઈ કર્મીઓ તૈયાર નથી' આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા બધા સફાઈ કામદારો માટે ₹ 35ની કિંમતનું એક એવા ઝાડુ વોર્ડ ઓફિસ મોકલવામાં આવે છે. પરંતુ કામદારો આ ઝાડુ લેવા તૈયાર થતા નથી. તેઓ વધુ જાડી સળીવાળા અને બે ઝાડુ ભેગા કરી સફાઈ કરવા ટેવાયેલા હોવાથી સરકારના નિયમ મુજબ ખરીદેલા આ ઝાડુ વાપરવા તૈયાર થતા નથી. આ કારણે જ ઘણા સમયથી ઝાડુની ખરીદી બંધ કરવામાં આવી છે. હાલ જે ઝાડુનો સ્ટોક છે તેનો ઉપયોગ મનપાના અલગ-અલગ સફાઈ કાર્યક્રમમાં થાય છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં HIV જાગૃતિ માટે રેલી યોજાઈ:સર પ્રતાપ નર્સિંગ સ્કૂલના 200 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા;ભેદભાવ દૂર કરવા સકારાત્મક સંદેશ
    Next Article
    મેચમાં ફરી વરસાદ નડ્યો, લંચ પછી રમત શરૂ થવામાં વિલંબ:પ્રસિદ્ધે ત્રીજી સફળતા મેળવી, મેન્ડિસ-સૂરિયાબંડારાની 87 રનની પાર્ટનરશીપ તોડી; લંચ સુધીમાં SLનો સ્કોર 130/4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment