Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેચમાં ફરી વરસાદ નડ્યો, લંચ પછી રમત શરૂ થવામાં વિલંબ:પ્રસિદ્ધે ત્રીજી સફળતા મેળવી, મેન્ડિસ-સૂરિયાબંડારાની 87 રનની પાર્ટનરશીપ તોડી; લંચ સુધીમાં SLનો સ્કોર 130/4

    2 days ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. લંચ સુધીમાં પોતાની પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 130/4 છે. ટીમ તરફથી પસિન્દુ સૂરિયાબંડારા અને કેપ્ટન ધનંજય ડી સિલ્વા ક્રિઝ પર છે. પસિન્દુ સૂરિયાબંડારાએ પોતાની પહેલી ફિફ્ટી ફટકારી છે. શ્રીલંકા હજુ પણ ભારતથી 373 રન પાછળ છે. હાલ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નથી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ કામિંદુ મેન્ડિસને આઉટ કરીને શ્રીલંકાની 87 રનની ભાગીદારી તોડી નાખી. પ્રસિદ્ધની આ ઇનિંગમાં ત્રીજી વિકેટ છે. આ પહેલાં ભારતે ધ્રુવ જુરેલના અણનમ 115 રનની મદદથી પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના છેલ્લા સેશનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    મનપાએ ખરીદેલા ઝાડુ માત્ર ફોટોસેશન માટે!:'5 હજારથી વધુ સફાઈ કામદાર દર મહિને ₹ 20 લાખના ઝાડુ ખરીદવા મજબૂર', કામદારો ઝાડુ લેતા ન હોવાનો અધિકારીનો લૂલો બચાવ
    Next Article
    સોનું ₹190 વધીને ₹1.62 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹1,945 સસ્તી થઈને ₹2.43 લાખ પર આવી, કેરેટના હિસાબે સોનાની કિંમત જુઓ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment