Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હિસાબની વાત કરી તો જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું':HBC લાઈફસાયન્સ કંપનીનું ઓડિટ કૌભાંડ, મહિલા એકાઉન્ટન્ટનું હેરિયર કારમાં અપહરણ; AAPના પ્રદેશ ઉપપ્રમુખની ધરપકડ

    12 hours ago

    ગાંધીનગરના સેક્ટર-25 જીઆઈડીસીમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીના ઓડિટમાં કૌભાંડ પકડાતા મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરતા રાજકીય ચકચાર મચી ગઈ છે. ઓડિટમાં 85 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યા અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના માલિક હિમાંશુભાઈ પટેલે પોતાની બીજી કંપની મેક્સિમસ હોલીડે પ્રા.લિ. ના ઓડિટની જવાબદારી સોંપી હતી. આ ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે 80 થી 85 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ કૌભાંડ બહાર આવતા કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાનું બળજબરીપૂર્વક હેરિયર ગાડીમાં અપહરણ ફરિયાદ મુજબ, 26 માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીમાં આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ મહિલાના વાળ ખેંચી, લાફા અને મુક્કા મારી ગંભીર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો આ હિસાબોની વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું. AAPના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ આ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ જ્યારે કંપનીના માલિક હસમુખભાઈ પટેલને ફોન કરીને હકીકત જણાવી હતી, ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત દાખવી સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સેકટર 21 પોલીસ મથકે નોંધાયેલા BNS કલમ 137(2), 351(3), 352, 115(2), 61(1)એ, 54 મુજબ આમ આદમી પાર્ટીમા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ શકરભાઇ પટેલ ઉ.વ. (રહે. સિધ્ધીવિનાયક બંગલોઝ, નાયરા પેટ્રોલપંપની પાછળ, સરગાસણ, મૂળ પાટણ) ની ધરપકડ કરી લેવાઈ છે. હસમુખ પટેલે વર્ષ 2020-21માં AAPના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતું હસમુખભાઇ પટેલે વર્ષ 2020-21માં આમ આદમી પાર્ટીમા ગુજરાત રાજય, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામકાજ કર્યું હતું. હસમુખ પટેલ તથા તેના ભાઇ હિમાંશુ પટેલની માલિકીની HBC લાઇફ સાયન્સ પ્રા.લિ. કંપની તથા મેક્સિમસ હોલીડે પ્રા. લિ.,માં કામ કરતા ફરિયાદી મહિલાને આરોપી હિમાંશુભાઇ તથા સપના ડુમરેએ તેમની કંપનીના બેનામી હિસાબો તેમજ કંપનીના ખોટા ટ્રાન્જેક્શનો સંબધી માહિતી ક્યાંય લીક થશે અથવા કંપનીને તેમનાથી કોઇ નુકશાન થશે તેવા ભયથી હસમુખભાઇના કહેવાથી હિમાંશુ પટેલ તથા સપના ડુમરે તથા રિષા દેસાઇ દ્વારા ભેગા મળી પુર્વ આયોજીત પ્લાન બનાવી હિમાંશુ પટેલની ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી ધાક-ધમકી આપી મુઢ માર મારી ઇજાઓ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં 4 કરોડના ખર્ચે આહીર શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ:વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે
    Next Article
    પાટડીની વિદ્યાર્થિનીની અનોખી શોધ, મુખ્યમંત્રીએ સન્માન કર્યું:વરસાદમાં કપડાં આપોઆપ શેડમાં લેતી સિસ્ટમ બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment