Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીની વિદ્યાર્થિનીની અનોખી શોધ, મુખ્યમંત્રીએ સન્માન કર્યું:વરસાદમાં કપડાં આપોઆપ શેડમાં લેતી સિસ્ટમ બનાવી

    11 hours ago

    પાટડીની વિદ્યાર્થીની રુમીનબાનુ સોયબમહંમદ જુણેજાને તેમની અનોખી શોધ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ શોધ વરસાદ દરમિયાન કપડાંને આપોઆપ શેડની અંદર લઈ લેતી ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી એવી રીતે વિકસાવવામાં આવી છે કે જ્યારે વરસાદ આવે અને કપડાં બહાર સુકાતા હોય, ત્યારે જો ઘરમાં કોઈ હાજર ન હોય તો પણ કપડાં આપમેળે શેડની અંદર આવી જાય છે. આનાથી કપડાંને વરસાદથી બચાવી શકાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 'સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી નમો લક્ષ્મી યોજના સરસ્વતી વિજ્ઞાન સાધના કાર્યક્રમ' અંતર્ગત રુમીનબાનુને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઇ વાંઝા અને રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રુમીનબાનુ અમદાવાદની શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (SNGV) માં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેઓ પાટડીના ભૂતપૂર્વ જાણીતા શિક્ષક અબ્દુલભાઈ જુણેજા (ચાચા સાહેબ)ના પૌત્રી છે, જેમણે પાટડી પંથકમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રુમીનબાનુની આ શોધ સુરેન્દ્રનગર જિલ્લા, પાટડી-દસાડા પંથક અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક બની રહી છે. અગાઉ પણ તેમણે સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત સ્તરે સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'હિસાબની વાત કરી તો જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું':HBC લાઈફસાયન્સ કંપનીનું ઓડિટ કૌભાંડ, મહિલા એકાઉન્ટન્ટનું હેરિયર કારમાં અપહરણ; AAPના પ્રદેશ ઉપપ્રમુખની ધરપકડ
    Next Article
    IPL 2026 LIVE: 4, 4, 6, 4, 6 - RCB's Rs 2 Crore Star Takes Charge With Kohli

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment