Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર એરફોર્સ સ્ટેશનમાં આંતરરાષ્ટ્રીય HADR એક્સરસાઇઝ:‘સહાયતા સેતુ’માં વૈશ્વિક એકતાનો સંદેશ; ઓસ્ટ્રેલિયા-જાપાન-અમેરિકાના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ

    7 hours ago

    જામનગર સ્થિત ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશન ખાતે આજે 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય કક્ષાની મલ્ટી-નેશનલ HADR (હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ) એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સંયુક્ત અભ્યાસમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા જેવા મિત્ર દેશોના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. વિવિધ એજન્સીઓના સંકલન અને બચાવ કામગીરીનું જીવંત નિદર્શન આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેના, અન્ય સંરક્ષણ દળો અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં હાથ ધરાતી બચાવ, રાહત અને પુનઃસ્થાપન કામગીરીનું અસરકારક જીવંત નિદર્શન કરવામાં આવશે. અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીનું વિશેષ પ્રદર્શન આજના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત ક્ષમતા નિદર્શનની સાથે-સાથે ખાસ સ્ટેટિક પ્રદર્શન અને FICCI (ફિક્કી) પ્રદર્શનીનું પણ આયોજન કરાયું છે. આ પ્રદર્શનીમાં આપત્તિ રાહત અને બચાવ કામગીરીમાં ઉપયોગી અત્યાધુનિક સાધનો તથા નવીન ટેકનોલોજી રજૂ કરવામાં આવ્યા છે. વૈશ્વિક એકતા અને સહિયારી જવાબદારીનો સંદેશ ‘સહાયતા સેતુ’ એક્સરસાઇઝ માત્ર તકનીકી અને વ્યૂહાત્મક કૌશલ્યના આદાન-પ્રદાન પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને આપત્તિના સમયે એકબીજાની મદદે આવવાની સહિયારી જવાબદારીની ભાવનાને પણ વધુ વેગ આપશે.
    Click here to Read More
    Previous Article
    દાઉદ ઇબ્રાહિમના પૈતૃક ઘર પર બુલડોઝર ફરી વળ્યું:BMCએ કહ્યું- દિવાલો, છત પડી જવાનું જોખમ હતું, આ મકાન મસ્જિદનો હિસ્સો
    Next Article
    ગોધરાના BRGF હોલમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સભાનું આયોજન:ડભોઇના ધારાસભ્યે મહિલાઓને વિવિધ યોજનાના મંજૂર થયેલા લાભોનું વિતરણ કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment