Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષય કુમારે 'મુંબઈ ક્લીન લીગ' પહેલ શરૂ કરી:શહેરને સ્વચ્છ રાખવાના BMCના પ્રયાસોમાં લોકોને જોડાવા અપીલ કરી; ટૂંક સમયમાં 'ભૂત બંગલા'માં જોવા મળશે

    10 hours ago

    મુંબઈના સ્વચ્છ શહેરી લેન્ડસ્કેપ માટેના પ્રયાસોને મંગળવારે નવી ગતિ મળી, જ્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નાગરિકોને શહેરભરમાં સ્વચ્છતા જાળવવા માટે વ્યક્તિગત જવાબદારી લેવા હાકલ કરી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય ખાતે ‘મુંબઈ ક્લીન લીગ’ના લોન્ચિંગ પ્રસંગે બોલતા, કુમારે ભારપૂર્વક જણાવ્યું કે, મહાનગરને સ્વચ્છ રાખવા માટે માત્ર નાગરિક પ્રયાસો પૂરતા નથી. એક્ટરે સ્વચ્છતાને સહિયારી નાગરિક ફરજ ગણાવા અધિકારીઓ અને રહેવાસીઓને સંબોધતા અક્ષય કુમારે કહ્યું કે, ‘મુંબઈ લાખો લોકોને સમાવે છે અને તેની જાળવણી ફક્ત વહીવટીતંત્ર પર છોડી શકાય નહીં. જાહેર સ્વચ્છતા એ સામૂહિક સામાજિક જવાબદારી છે અને નાગરિકોને નિષ્ક્રિય નિરીક્ષક રહેવાને બદલે સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી.’ 'ભૂત બંગલા'માં અલગ અંદાજમાં જોવા મળશે એક્ટર ડિરેક્ટર પ્રિયદર્શન અને અક્ષય કુમાર 16 વર્ષ પછી ફરી એકસાથે મોટા પડદે ફિલ્મ લઈને પાછા ફરી રહ્યા છે. તેમની ફિલ્મ 'ભૂત બંગલા'નું તાજેતરમાં ટિઝર રિલીઝ થયું હતું. ટીઝર જોતા જ વર્ષ 2007ની 'ભૂલ ભૂલૈયા'ની યાદ તાજી થઈ ગઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબ્બુ અને વામિકા ગબ્બી, આ સિવાય જીશુ સેનગુપ્તા, મનોજ જોશી, રાજેશ શર્મા, મિથિલા પાલકર અને દિવંગત એક્ટર અસરાનીની પણ ઝલક જોવા મળે છે. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'ભૂત બંગલા' ઉપરાંત અક્ષય સૈફ અલી ખાન સાથે 'હૈવાન'માં પણ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    2 women in Muslim League list for Kerala polls — one a Hindu, other a campaigner for greater gender representation
    Next Article
    વલસાડ મોટાપોંઢામાં એસિડ પી જનાર સગીરાનું સારવાર દરમિયાન મોત:ગામના જ યુવકની પજવણીથી એસિડ પીધું હતું, પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment