Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના BRGF હોલમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સભાનું આયોજન:ડભોઇના ધારાસભ્યે મહિલાઓને વિવિધ યોજનાના મંજૂર થયેલા લાભોનું વિતરણ કર્યુ

    12 hours ago

    બિરસામુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગોધરા સ્થિત જિલ્લા પંચાયત કચેરીના બીઆરજીએફ હોલ ખાતે મહિલા સભાનું આયોજન કર્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, બિરસામુંડાએ દેશ અને આદિવાસી સમાજના હિત માટે સંઘર્ષ કરીને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સરકાર દ્વારા પણ આદિવાસી મહિલાના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકાઇ રહી છે. મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રીના નેતૃત્વમાં આદિવાસી મહિલાઓ અને દીકરીઓને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. મોરડુંગરા-નૈવાસદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સીડીપીઓ શ્રીમતી શારદાબેને શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. અંતે ઉપસ્થિત આદિજાતિ મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગર એરફોર્સ સ્ટેશનમાં આંતરરાષ્ટ્રીય HADR એક્સરસાઇઝ:‘સહાયતા સેતુ’માં વૈશ્વિક એકતાનો સંદેશ; ઓસ્ટ્રેલિયા-જાપાન-અમેરિકાના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ
    Next Article
    સુપર અલ નીનોની અસર:પંચ.માં નવે.માં‎ગત વર્ષ કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment