Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં GUJCTOC હેઠળ 5 આરોપીઓ સામે કાર્યવાહી:ગેંગ લીડર રોહિત ઉર્ફે રેમ્બો બારીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ, દારૂ સપ્લાય રેકેટનો પર્દાફાશ

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે GUJCTOC એક્ટ-2015 હેઠળ ગુનો નોંધી, ગેંગ લીડર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સંગઠિત ગુનાખોરી કરતી ટોળકીઓને નિયંત્રિત કરવાનો છે. ગીર સોમનાથમાં આ કાયદાનો ઉપયોગ કરીને પ્રથમવાર આવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. ઈ-ગુજકોપ સિસ્ટમમાંથી મળેલી માહિતીના આધારે આ ગુનાહિત ટોળકીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ વેરાવળ, પ્રભાસ પાટણ અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સક્રિય હતી. તેઓ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો અને દીવ, દમણ, ગોવા જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને વેચાણ કરતા હતા. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા હતો, જે પોતાના સાગરિતો સાથે મોટા પાયે દારૂની હેરાફેરી કરતો હતો. આ ગેંગ દ્વારા કમાયેલા કાળા નાણાં પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો ન હતો, જેના કારણે રાજ્યના અર્થતંત્રને નુકસાન થતું હતું. પોલીસે ગેંગ લીડર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જેમણે અનેક ગુનાઓ આચર્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં GUJCTOCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ડીવાયએસપી વેરાવળ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તબીબને બ્લેકમેલ કરી ખંડણી માંગવા કેસમાં વધુ એકની ધરપકડ:અગાઉ ઝડપાયેલ આરોપી તબીબે મિત્ર અજયને જાણ કરી વિડીયો આપી પૈસા પડાવવા પ્લાન ઘડ્યો હતો બાદમાં ચાર શખ્સોએ 25 લાખની માંગણી કરી'તી
    Next Article
    સુરત મનપા ચૂંટણીને લઈ ભાજપના ગઢમાં સેન્સનો ધમધમાટ:અલ્પેશ કથીરિયાના પત્ની અને ધાર્મિક માલવીયાની દાવેદારીથી પાટીદાર પટ્ટામાં ગરમાવો, દાવેદારો માટે 2 પાનાનુ ફોર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment