Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTUમાં આરોગ્ય ક્ષેત્રે AI અને ટેકનોલોજીનો સંગમ:મેડિકલ સેક્ટરમાં મહિલા નેતૃત્વ અને આધુનિક સંચાલન પદ્ધતિઓ પર નિષ્ણાતોનું પ્રેરક માર્ગદર્શન

    2 days ago

    ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ની સ્કુલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં "આરોગ્ય પ્રબંધમ 2026" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સતત 4થા વર્ષે યોજાયેલા આ કોન્કલેવનો મુખ્ય વિષય "આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને તકનીકના ઉપયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રનું સંચાલન" રાખવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું માર્ગદર્શન અને ટેકનોલોજીકલ ક્રાંતિ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર દ્વારા ભારતની આંતરવિદ્યાશાખાઓમાં AI દ્વારા આવેલી તકનીકી ક્રાંતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં નવીન સંશોધનો અને નેતૃત્વના વિકાસની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતભરના 150 જેટલા તબીબી નિષ્ણાતો, હોસ્પિટલ સંચાલકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં મહિલાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. AI: નિષ્ણાતોનું સહાયક, વિકલ્પ નહીં મુખ્ય અતિથિ ડૉ. એ.એમ. કાદરી (આરોગ્ય અને જનકલ્યાણ વિભાગ) એ સંચાલન પદ્ધતિઓ દ્વારા કાર્યક્ષમતા વધારી સામાન્ય જનતાને મળતા લાભો વિશે ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વર્ષ દરમિયાન થયેલા પરીક્ષણો અને શસ્ત્રક્રિયાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, AI એ નિષ્ણાતોનું સહાયક બની શકે છે, પરંતુ તેમનો વિકલ્પ ક્યારેય બની શકતું નથી. ગાહના ઉપાધ્યક્ષ ડૉ. વિરેન શાહ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી. પરંપરાગત વિરુદ્ધ આધુનિક પદ્ધતિઓ કોન્કલેવના બીજા સત્રમાં પરંપરાગત અને આધુનિક આરોગ્ય સંચાલન પદ્ધતિઓ વચ્ચેના તફાવત અને મેડિકલ ક્ષેત્રે AI ના ઉપયોગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અંતે, માનવ બુદ્ધિ અને કુત્રિમ બુદ્ધિમત્તા (AI) ના સમન્વયને હિતાવહ ગણાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોલા પંચાયત વિવાદ, સરપંચ સાથે 400 ગ્રામજનો મેદાનમાં:ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    વડોદરા ગ્રામ્યના 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ:ભાદરવા, સાવલી, ડેસર અને મંજુસરમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment