Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSTR-1 અને IMSમાં મોટા સુધારા કરવા સરકારની તૈયારી:GSTમાં ડેટા મિસ-મેચ, વગર વાંકે નોટિસ સામે 1 નવેમ્બરથી નવા ફોર્મ

    1 day ago

    સરકાર 1 નવેમ્બરે GST રિટર્નના નવા ડ્રાફ્ટ ફોર્મ જાહેર કરશે, જેના પર વેપારીઓ અને નિષ્ણાતો 30 નવેમ્બર સુધી ફીડબેક આપી શકશે. આ સુધારા 1 એપ્રિલ, 2027થી લાગુ કરાશે. જેથી 80 ટકા નોટિસ પર લગામ લાગશે તથા કરપ્શન પણ કાબૂમાં આવશે. હાલની નોટિસોમાંથી 80 ટકા માત્ર ને માત્ર રિટર્નના ડેટા મિસ-મેચના કારણે આવે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા CBIC GSTR-1 અને IMS (ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ) ફોર્મ્સમાં મોટા પાયે ફેરફાર કરી રહ્યા છે, જેથી ITC અને વેચાણના આંકડાઓમાં થતી ભૂલો નહિવત્ થઈ જશે. એક કરતાં વધુ રાજ્યોમાં વ્યવસાય ધરાવતી કંપનીઓ અને વેપારીઓ માટે પણ CBIC રાહત જનક નિર્ણય લેવાની તૈયારીમાં છે. અલગ-અલગ રાજ્યોમાં ઓડિટની જટિલ પ્રક્રિયાને સરળ બનાવીને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન અપાશે, જેથી વેપારીઓને કાગળિયાં અને ઓડિટની ઝંઝટમાંથી મોટી મુક્તિ મળશે. આંતર-રાજ્ય વેપાર કરનારને ખૂબ જ અનુકૂળ રહેશે ડેટા મિસમેચના કારણે વગર વાંકે નોટિસ મોકલવાની પ્રથા બંધ થવી જરૂરી હતી. GSTR-1 અને IMSના એકીકરણથી કરદાતા પરનું કમ્પ્લાયન્સ ભારણ ઘટશે. આ ઉપરાંત મલ્ટિ-સ્ટેટ ઓડિટની પ્રક્રિયા સરળ બનવાથી આંતર-રાજ્ય વેપાર માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ મળશે. 1 એપ્રિલની સમય મર્યાદાથી ઉદ્યોગો અને સોફ્ટવેર ડેવલપર્સને બદલાવ અપનાવવા પૂરતો સમય મળી રહેશે. > અવિનાશ પોદ્દાર, એડવોકેટ
    Click here to Read More
    Previous Article
    તૂટવાની અણી પર પહોંચેલા સંબંધોને મળી નવી તક:કોર્ટ-કચેરીએ, વર્ષોથી અબોલા અને તૂટવાની અણીએ પહોંચેલા સંબંધોને સાચવવા 3500થી વધુ યુગલો એક મંચ પર ઊમટ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:જરીવાલાના પ્રમોશન મુદ્દે ઓર્ડરના 11 દિવસે દરખાસ્ત ન લવાતાં વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment