Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:GST દર ઘટ્યા છતાં ખરીદી-વેપાર વધતાં આવક 8% વધી

    5 days ago

    મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જીએસટી દર ઘટ્યા હોવા છતાં ઓટોમોબાઇલ, ઓટોપાર્ટ્સ એસેસરીઝ, ખેતી સહિતના ક્ષેત્રોમાં ખરીદી અને વેપારમાં વધારો થતાં જીએસટીની આવકમાં 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ₹રૂ.2576.70 કરોડની આવક નોંધાઈ છે. જે ગત વર્ષે ₹2387.19 કરોડ હતી. સૌથી વધુ GST આ વક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹286 કરોડ, ઓટોપાર્ટ્સ એસેસરીઝમાં ₹251 કરોડ અને વર્ક્સ કોન્ટ્રાક્ટમાં ₹અંદાજે રૂ.250 કરોડની આ વક થઇ છે. મહેસાણા ડિવિઝનના નવ ઘટક મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, વિસનગર, કડી, ઊંઝા, ડીસા અને સિદ્ધપુર વિસ્તારમાં ઓટો સ્પેરપાર્ટ્સ, રોડ એન્ડ બિલ્ડિંગ (વર્ક્સ કોન્ટ્રાક્ટ), મેનપાવર સપ્લાય, તમાકુ, ઓટોમોબાઇલ, ખેતી, સિરામિક, એરકન્ડીશનિંગ અને રેફ્રિજરેશન તેમજ ડેરી પ્રોડક્ટ્સનો વ્યાપ વધારે છે. જીએસટી મહેસાણા ડિવિઝન કમિશનર મિતેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, માર્કેટમાં કન્ઝપ્શન વધતાં જીએસટી આવકમાં વધારો થયો છે. બજારમાં ખરીદી વધે એટલે વેપાર વધે. જેથી જીએસટીની આવક વધતી હોય છે. ઊંઝા, ડીસાથી એક્સપોર્ટ વધતાં સ્થાનિક આવક ઘટી મહેસાણા ડિવિઝનના ઊંઝા અને ડીસા ઘટકોમાં આ વર્ષે GST આવક ઘટી છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ વિસ્તારોમાંથી આંતરરાજ્ય વેપાર અને એક્સપોર્ટ વધારે થાય છે. પરિણામે, GST સેટલમેન્ટ અન્ય રાજ્યોમાં થતું હોવાથી સ્થાનિક સ્તરે આવક ઓછી દેખાય છે. જે રાજ્યમાં માલ સપ્લાય થયો ત્યાં જીએસટી કલેકશન થાય. હકીકતમાં આવક દેશમાં જ થાય છે. મહેસાણા રૂ.₹845 કરોડની આવક સાથે અગ્રેસર જીએસટી આ વકમાં સૌથી વધુ વૃદ્ધિ પાલનપુર (20%), વિજાપુર (19%) અને વિસનગર (17%) જ્યારે ઘટાડો ઊંઝામાં (28%) અને ડીસામાં (6%) થઇ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર રૂ.₹845 કરોડની આ વક સાથે ટોપ પર છે.
    Click here to Read More
    Previous Article
    આકર્ષક રિટર્નની લાલચે ઠગાઈ કરનાર ઝડપાયો:બસુના વેપારીના 87.47 લાખ ઠગનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગનો સભ્ય ઝબ્બે
    Next Article
    ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:10 મતદાન મથકો વચ્ચે પોલીસની એક મોબાઇલ ટીમ પેટ્રોલિંગ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment