Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકર્ષક રિટર્નની લાલચે ઠગાઈ કરનાર ઝડપાયો:બસુના વેપારીના 87.47 લાખ ઠગનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગનો સભ્ય ઝબ્બે

    5 days ago

    પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા કિસ્સાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ એક વેપારી સહિત દેશના 11 રાજ્યોમાં 20 લોકોને આકર્ષક રિટર્નની લાલચ આપીને રૂ.6.60 કરોડની ઓનલાઈન ઠગાઈ કરનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગના એક સાગરીત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અવું દિગ્વિજયસિંહ પઢીયાર, પીઆઈ, સાયબર ક્રાઇમે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એક વેપારીને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરીને ગેંગના સભ્યોએ શેર બજારમાં રોકાણ કરવાથી નિશ્ચિત વળતર અને આકર્ષક નફાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં ઓછી રકમના રોકાણ પર બમણું અને ત્રણ ગણું રિટર્ન આપીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. આ રીતે વિશ્વાસ ઉભો થયા બાદ વેપારીએ વધુ નફાની લાલચે રૂ.87.47 લાખનું મોટું રોકાણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ગેંગના સભ્યોએ સંપર્ક તોડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા, જેના કારણે વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થઈ હતી. આ મામલે પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ હાથ ધરી હતી. તેના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન નંબર પરથી અને ચેટની ડિટેલથી અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે. જેમના સુધી પહોચીશું. તપાસ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ખુલ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંબોડિયા-ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ છે. આ ગેંગ દ્વારા દેશના 11 રાજ્યોમાં 20 વ્યક્તિઓને આ જ રીતથી ટાર્ગેટ બનાવી કુલ રૂ.6.60 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય બે સાગરીતોના નામ મેળવી તેમની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી, આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:GST દર ઘટ્યા છતાં ખરીદી-વેપાર વધતાં આવક 8% વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment