Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSTમાં પોર્ટલમાં ખામીથી કરદાતા હેરાન:વ્યાજની ગણતરીમાં ભૂૂલ થતાં 3B રિટર્ન ચેક કરવા એડવાઈઝરી

    13 hours ago

    જીએસટી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે ફેબ્રુઆરી અને માર્ચ 2026ના રિટર્નમાં વ્યાજની ગણતરી ખોટી થઈ રહી છે. કરદાતાઓને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે GSTN દ્વારા રિટર્ન ફરી ચેક કરી સુધારવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. પોર્ટલ પર ડેટા પ્રોસેસિંગની એરરને કારણે GSTR-3Bમાં વિલંબિત ફાઈલિંગ પરનું વ્યાજ આપોઆપ વધી ગયું હોવાનું સામે આવ્યું છે. કરદાતાઓને વાસ્તવિક રકમ કરતા અનેકગણું વ્યાજ પોર્ટલ પર દેખાય છે. ગંભીર છબરડા બાદ જીએસટીએનએ સ્પષ્ટતા કરી છે કે કરદાતા માટે પોર્ટલ પર કોષ્ટક 5.1 હેઠળ ‘વ્યાજની પુનઃ ગણતરી’નો વિકલ્પ અપાયો છે. વ્યાજની રકમ ખોટી હોય તો સુધરવાની તક મળશે કરદાતાઓ હવે અપડેટેડ સિસ્ટમ મુજબ વ્યાજની નવેસરથી ગણતરી કરી શકશે. જો સિસ્ટમ-જનરેટેડ વ્યાજ હજુ પણ ખોટું જણાય, તો કરદાતાઓ તેને મેન્યુઅલી એડિટ કરીને સુધારી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા થશે ચર્ચા:3 વર્ષમાં 28 બ્લેકસ્પોટ પર 100થી વધુ અકસ્માતમાં 144 લોકોનાં મોત થયાં
    Next Article
    વટવાના સવિતાનગરમાં રોજ સવારનું આ દૃશ્ય:પાણીનું બજેટ 795 કરોડ, 293 કરોડ વેરો લીધો, છતાં મોટર વિના પાણી ખેંચાતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment