Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવાના સવિતાનગરમાં રોજ સવારનું આ દૃશ્ય:પાણીનું બજેટ 795 કરોડ, 293 કરોડ વેરો લીધો, છતાં મોટર વિના પાણી ખેંચાતું નથી

    15 hours ago

    છેલ્લાં 5 વર્ષમાં નાગરિકોએ લોકોએ કુલ 1003 કરોડ અને છેલ્લા વર્ષમાં 293 કરોડ પાણી વેરો ભર્યો છે, એટલે કે એક દિવસમાં અમદાવાદીઓ સરેરાશ 55 લાખ રૂપિયા પાણી વેરો ભરે છે. ઉપરાંત મ્યુનિ.ના બજેટમાં પાણી સંબંધિત કામો માટે કુલ 795 કરોડ ફાળવાયા છે છતાં વટવા જેવા ઘણા વિસ્તારોમાં મોટરો ચાલુ કર્યા વિના પાણી ઘરના નળ સુધી ખેંચાતું નથી. વટવામાં આજે પણ નાગરિકો મૂળભૂત સુવિધા એવી પીવાનાં પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. સવિતાનગરમાં આશરે એક હજાર મકાનો છે, જેમાંથી લગભગ 250 મકાનમાં પાંચ વર્ષથી નિયમિત પાણી પહોંચતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોજ સવારે પાણી આવવાના સમયે મોટર લગાવવી પડે છે, ત્યારે જ ઘરમાં પીવાનું પાણી ભરી શકાય છે. જો સમયસર મોટર ન લગાડાય તો દિવસભર પાણી વગર રહેવાની ફરજ પડે છે. નિયમિત ટેક્સ ચૂકવવા છતાં પીવાનું પાણી મળી રહ્યું નથી. 1 હજારમાંથી 250 મકાન પાંચ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરે છે, મોટર વિના માટલુંય ભરાતું નથી ગટરોનાં પાણી ભળતાં નવી પાઇપલાઇન નખાઈ હતી વર્ષ 2020 પહેલાં જૂની પાણીની લાઇનમાં ગટરનાં પાણી ભળવાની ફરિયાદો આવતી હતી. ત્યાર બાદ નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ પાણી મળવાનું જ બંધ થઈ ગયું છે. પરિણામે દરરોજ સવારના સમયે પાણી માટે પડોશીઓ વચ્ચે ઝઘડા સર્જાય છે. આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પરિણામ મળ્યું નથી. વટવામાં અન્ય ઘણા વિસ્તારોમાં પણ પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રિત પાણી આવે છે. નવા જોડાયેલા વિસ્તારોમાં હજુ પણ ગટર કનેક્શન ઉપલબ્ધ નથી. વટવા સહિત 26 વિસ્તાર પાણીજન્ય રોગના હોટ સ્પોટ મ્યુનિ.એ થોડા સમય પહેલાં વટવા, દાણીલીમડા, લાંભા, ગોમતીપુર, બાપુનગર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા, રામોલ, જમાલપુર, અમરાઈવાડી, મણિનગરમાં આવતા 26 વિસ્તારોને પાણીજન્ય રોગોના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા હતા. જૂની અથવા લિકેજ હોય તેવી પાણીની લાઇનો, ગટરનાં પાણી પીવાના પાણીમાં ભળવાને કારણે તથા ખુલ્લી નાળીઓને કારણે પાણીજન્ય રોગ વધુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવાઈ છે. શહેરમાં એક દિવસમાં 171 કરોડ લિટર પાણી સપ્લાય જાસપુર, રાસ્કા, કોતરપુરમાં આવેલા મ્યુનિ.ના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા 175 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક વપરાશ 171 કરોડ લિટર છે.
    Click here to Read More
    Previous Article
    GSTમાં પોર્ટલમાં ખામીથી કરદાતા હેરાન:વ્યાજની ગણતરીમાં ભૂૂલ થતાં 3B રિટર્ન ચેક કરવા એડવાઈઝરી
    Next Article
    રહીશોમાં અવઢવ:ગણપતિ ફાટસરના 3000 મકાનના વેરો માટે રહીશોને અધિકારીઓનો જવાબ : ‘તમારો વિસ્તાર મનપામાં નથી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment