Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેટ GSTએ અમદાવાદથી રાજકોટ જતું 100 કિલો ચાંદી ઝડપ્યું:ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી બાચકા જપ્ત, રાજકોટ એરપોર્ટ પરથી ઝડપાયેલી 150 કિલોથી વધુ ચાંદી સાથેના કનેક્શનની તપાસ

    2 weeks ago

    સફેદ સોનુ બની ગયેલ ચાંદીના મોટા વ્યવહારોના કારણે રાજકોટ ચર્ચામાં આવ્યું છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ સ્ટેટ જીએસટીએ અમદાવાદથી રાજકોટ જતા 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ ચાંદીનું એરપોર્ટ પર પકડાયેલા ચાંદીના જથ્થા સાથે કોઈ કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગીતા મંદિરથી રાજકોટ જતા એક વ્યક્તિને ઝડપી લેવાયો ગીતા મંદિરથી લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનો કોઈ બિલ કે અન્ય કઈ વસ્તુ નથી અથવા તો કોઈએ દાવો કર્યો નથી. હાલ સ્ટેટ GST એ આ જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ઝડપાયેલા ચાંદીના કેસની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ બીજી તરફ રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે. જો આ જથ્થા અંગે કોઈ સગડ મળશે તો તે અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવશે. હાલ બધી સેન્ટ્રલ એજન્સી અને સ્ટેટ જીએસટી સાવચેત થઈને ઝીણવટભરી તપાસ કરી રહી છે. બિલો તપાસવાનું શરૂ આ ઘટનાને પગલે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ચાંદી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસમાં હવે GSTએ પણ ઝંપલાવ્યું છે અને વેપારીઓની પુછપરછ શરૂ કરી બિલો તપાસવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તપાસના અંતે મોટી ટેક્સ ચોરીનો આંક પણ સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ટેક્સ ચોરીનો મામલો હોવાની આશંકા સેન્ટ્રલ IB, સેન્ટ્રલ GST, સ્ટેટ GST અને ગુજરાત ATSની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આ આખો મામલો ટેક્સ ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજકોટના કુરિયર સંચાલકની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે કુરિયર મારફત રાજકોટના વેપારીઓ સુધી જોબ વર્ક માટે આ ચાંદીનો જથ્થો પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક પુછપરછમાં સામે આવતા હવે આ તપાસ સ્ટેટ અને સેન્ટ્રલ GST દ્વારા ટેક્સ ચોરી મામલે ઊંડાણ પૂર્વક તપાસ પુછપરછ કરવામાં આવી રહી છે. પાર્સલોની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા સેન્ટ્રલ આઈબી તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં કિંમતી ધાતુનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે સેન્ટ્રલ એજન્સીના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાજકોટ એરપોર્ટ પર વહેલી સવારથી જ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ કાર્ગો વિભાગ અને શંકાસ્પદ પાર્સલોની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા કારણ કે બોક્સમાંથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. જેની વર્તમાન બજાર કિંમત 150 કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. વારાણસીથી 'સનરાઈઝ પેઢી'ના વેપારીએ મોકલ્યો હતો જથ્થો આ હાઈપ્રોફાઈલ કેસની પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી) ખાતે આવેલી 'સનરાઈઝ પેઢી'ના વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ થઈને ફ્લાઈટ મારફ્તે રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ હતું કે કેમ તે દિશામાં તપાસ આટલી મોટી માત્રામાં ચાંદી મોકલવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાંદીનો કરોડો રૂપિયાનો જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીને પહોંચાડવાનો હોવાનું સામે આવતા હાલ રાજકોટના 3 જેટલા વેપારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. આ કેસની ગંભીરતાને જોતાં હવે ઈન્કમ ટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ પણ જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના વારાણસીની સનરાઈઝ પેઢી અને રાજકોટના વેપારી વચ્ચે અગાઉ આવા કેટલા વ્યવહારો થયા છે, બિલિંગ પ્રોસેસ બરાબર થઇ છે કે કેમ અને આ કિંમતી ધાતુના અસલી માલિકો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ચાંદી આ અઠવાડિયે ₹12,900 મોંઘી થઈ, ₹2.69 લાખે પહોંચી કેન્દ્ર સરકારે શનિવારે ચાંદીની 3 કેટેગરીની આયાત પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. સરકારી નોટિફિકેશન મુજબ, હવે 99.9% શુદ્ધતાવાળી સિલ્વર બાર, અનરોટ સિલ્વર (ઘડ્યા વગરની ચાંદી) અથવા ચાંદીનો પાવડર વિદેશથી મંગાવવા માટે સરકારની પરવાનગી લેવી પડશે. પહેલાં તેમની આયાત સરળતાથી કરી શકાતી હતી, પરંતુ હવે તેમને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરકારે આ નિર્ણય પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે લીધો છે, જેથી સોના-ચાંદીની આયાત પર વધુ સારું નિયંત્રણ રાખી શકાય.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ‘હું તેની ગર્લફ્રેન્ડ છું, લગ્ન કરવા છે’, અડધીરાતે હાઈવોલ્ટેજ ડ્રામા:બે યુવતીએ યુવકના ફ્લેટે પહોંચી હોબાળો કર્યો; બહેન-માતા વચ્ચે પડતા ઝપાઝપી કરી
    Next Article
    સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 સ્વગણના પ્રારંભ:નાગરિકો 17 થી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઇન માહિતી નોંધાવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment