Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 સ્વગણના પ્રારંભ:નાગરિકો 17 થી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઇન માહિતી નોંધાવી શકશે

    2 सप्ताह पहले

    સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણના (સેલ્ફ એન્યુમરેશન) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રથમ નાગરિક તરીકે પોતાની વિગતો નોંધાવીને આ ડિજિટલ સુવિધાનો શુભારંભ કરાવ્યો. ભારત સરકારની આ ઓનલાઇન પહેલ 17 મે થી 31 મે દરમિયાન કાર્યરત રહેશે. આ પહેલ હેઠળ નાગરિકો ઘરે બેઠા પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા સમયની બચત કરશે અને માહિતીની ચોકસાઈ તથા ગોપનીયતા જાળવવામાં મદદરૂપ થશે. દેશના વિકાસ અને સુશાસન માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વસ્તી ગણતરી 2027માં સક્રિય સહભાગી બનવા અને સ્વગણના દ્વારા પોતાની વિગતો ઓનલાઇન નોંધાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. વસ્તી ગણતરી દ્વારા એકત્રિત થતી માહિતી સરકારને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેણાંક સહિતની જનકલ્યાણની યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં સીધી રીતે મદદરૂપ બને છે. વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવાના ઉદ્દેશ્ય સાથે આ 'સ્વગણના’ અભિયાન શરૂ કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેટ GSTએ અમદાવાદથી રાજકોટ જતું 100 કિલો ચાંદી ઝડપ્યું:ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી બાચકા જપ્ત, રાજકોટ એરપોર્ટ પરથી ઝડપાયેલી 150 કિલોથી વધુ ચાંદી સાથેના કનેક્શનની તપાસ
    Next Article
    ઈન્સ્ટાગ્રામ પેજ સંચાલકે વીડિયો ડિલીટ કરવા રૂ. 20 હજાર માગ્યા:અશ્લીલ માંગણી કરી મહિલાની છેડતી કરી, દારૂ વેચાણનો વીડિયો મૂકતા વિવાદ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment