Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હું તેની ગર્લફ્રેન્ડ છું, લગ્ન કરવા છે’, અડધીરાતે હાઈવોલ્ટેજ ડ્રામા:બે યુવતીએ યુવકના ફ્લેટે પહોંચી હોબાળો કર્યો; બહેન-માતા વચ્ચે પડતા ઝપાઝપી કરી

    2 सप्ताह पहले

    ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની બાબતને લઈને ભારે હોબાળો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક સાથે લગ્ન કરવાની જીદ લઈને બે યુવતીઓ મધ્યરાત્રિએ તેના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. યુવકના પરિવારજનોએ સમજાવવાનો પ્રયાસ કરતાં બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળાગાળી કરીને યુવકની માતા તથા બહેન સાથે ઝપાઝપી કરી હતી. આ મારામારીમાં યુવકની બહેનને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકમાં બંને યુવતીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડે આવીને હોબાળાની જાણ કરી મળતી માહિતી મુજબ, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં પોતાના પિયરે માતાને મળવા આવેલી એક પરિણીત મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રિના સમયે ફરિયાદી મહિલા તેના પિયરમાં માતા સાથે હાજર હતી, ત્યારે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે આવીને જાણ કરી હતી કે પાર્કિંગમાં બે યુવતીઓ આવી છે અને તેમના ભાઈને જાહેરમાં બિભત્સ ગાળો આપી રહી છે. આ સાંભળીને ફરિયાદી મહિલા, તેમની માતા અને ભાઈ તાત્કાલિક નીચે પાર્કિંગમાં દોડી ગયા હતા. ‘હું તમારા દીકરાની ગર્લફ્રેન્ડ છું અને મારે લગ્ન કરવા છે’ જ્યારે યુવકની માતાએ પાર્કિંગમાં જઈને આ રીતે રાત્રે ગાળો બોલવાનું કારણ પૂછ્યું, ત્યારે બેમાંથી એક યુવતીએ ઉદ્ધત વર્તન કરતાં કહ્યું હતું કે, "હું તમારા દીકરાની ગર્લફ્રેન્ડ છું અને મારે તેની સાથે જ લગ્ન કરવાના છે. મારી મદદ માટે હું મારી બહેનને પણ સાથે લાવી છું." આ સાંભળીને ફરિયાદીના પરિવારે મામલો થાળે પાડવા માટે યુવતીઓ પાસે તેમના માતા-પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા. માતા-બહેન પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી પરિવાર દ્વારા વાલીનો સંપર્ક નંબર માંગવામાં આવતા જ બંને યુવતીઓ પિત્તો ગુમાવી બેઠી હતી. તેમણે જોરજોરથી ગાળો ભાંડીને ઝઘડો શરૂ કર્યો હતો અને ફરિયાદી મહિલા તથા તેમની વૃદ્ધ માતા સાથે ઝપાઝપી કરી હતી. યુવતીઓએ ફરિયાદી મહિલાને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને તેનો હાથ મચકોડી તેમજ ગળું પકડીને શારીરિક ઈજા પહોંચાડી હતી. આટલું જ નહીં, જતાં-જતાં બંને યુવતીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઝપાઝપીમાં ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે યુવકની બહેનની સત્તાવાર ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે બંને તોફાની યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(3), 314 અને 54 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Prateek Yadav Asthi Visarjan: अस्थि विसर्जन के बाद Ramdev क्या बोले? रो पड़ीं Aparna Yadav |Akhilesh
    Next Article
    સ્ટેટ GSTએ અમદાવાદથી રાજકોટ જતું 100 કિલો ચાંદી ઝડપ્યું:ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી બાચકા જપ્ત, રાજકોટ એરપોર્ટ પરથી ઝડપાયેલી 150 કિલોથી વધુ ચાંદી સાથેના કનેક્શનની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment