Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ગુનાખોરીના બે બનાવો:GST ઇન્સ્પેક્ટરના ઘરમાં 10 તોલા સોનાની ચોરી, SOGએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

    19 hours ago

    પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી સંબંધિત બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. એક તરફ ગોધરામાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે, તો બીજી તરફ પંચમહાલ SOGએ વિશ્વાસઘાતના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. GST ઇન્સ્પેક્ટરના ઘરમાં ચોરી ગોધરાના બામરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં રહેતા અને હાલ વડોદરા ખાતે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ નરસિંહભાઈ પણદા પરિવાર સાથે સામાજિક પ્રસંગે લીંમડી ગયા હતા. ગત 21 એપ્રિલે તેમનું મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને આશરે ₹1.14 લાખની કિંમતના 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યા બાદ ઘરમાં તપાસ કરતાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. SOGએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન જિલ્લા SOGને મહત્વની સફળતા મળી છે. ઝડપાયેલો આરોપી પંચમહાલ જિલ્લાની વોન્ટેડ યાદીમાં અનુક્રમ નંબર 528 પર નોંધાયેલ હતો અને ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં ફરાર હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. એક તરફ ચોરીની ઘટનામાં તસ્કરોની શોધખોળ ચાલી રહી છે, તો બીજી તરફ SOG દ્વારા વોન્ટેડ આરોપીની ધરપકડથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સઘન બનાવાઈ હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- કોંગ્રેસે નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું:અમે વર્ષોના કામ મહિનાઓમાં કર્યા, શુભેન્દુએ PMને ઝાલમુરી ખવડાવી
    Next Article
    ધારાસભ્ય, મેયર, ડે મેયર દ્વારા બૌદ્ધ વિદ્યાલયમાં વૃક્ષારોપણ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment