Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય, મેયર, ડે મેયર દ્વારા બૌદ્ધ વિદ્યાલયમાં વૃક્ષારોપણ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન પણ કરાયું

    17 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ બૌદ્ધ વિદ્યાલય ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ અને ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ સહિતના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકામાં પદગ્રહણ કર્યા બાદ આ પદાધિકારીઓની બૌદ્ધ વિદ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી અને ભાજપ અગ્રણી મીનાબેન સિંધવ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિ સમાજના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમ બાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બૌદ્ધ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બૌદ્ધ વિદ્યાલયના સંચાલક ચિંતન બૌદ્ધ અને વર્ષાબેન બૌદ્ધ, અન્ય વોર્ડના ચૂંટાયેલા સદસ્યો, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વોર્ડના સંયોજક, વિદ્યાલયના શિક્ષકગણ, વાલીઓ, આજુબાજુની સોસાયટીના રહીશો, આગેવાનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ગુનાખોરીના બે બનાવો:GST ઇન્સ્પેક્ટરના ઘરમાં 10 તોલા સોનાની ચોરી, SOGએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
    Next Article
    Three Indians Missing After Attack On Vessel Off Oman Coast, Says MEA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment