Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં GSRTC વોલ્વો ચાલકની દાદાગીરી:ભેસ્તાન પાસે BRTS બસ ખોટકાતાં પાછળ આવેલા ST બસના ડ્રાઇવરે હંગામો મચાવ્યો, નિયમો નેવે મૂકી કોરિડોરમાં ઘૂસાડી દીધી

    2 days ago

    સુરત શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની લાઈફલાઈન ગણાતા BRTS કોરિડોરમાં ખાનગી કે બહારના વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઊડતા જોવા મળ્યા છે. સુરતના ભેસ્તાન સ્થિત નવફ્લોરિંગ નજીક GSRTCની વોલ્વો બસના ચાલકે દાદાગીરી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સામાન્ય વાહનચાલકો તો ઠીક, સરકારી એસટી બસના ચાલકે જ ટ્રાફિક અને સુરક્ષાના નિયમો નેવે મૂકી BRTS ટ્રેકમાં ગેરકાયદે ઘૂસી ગયો હતો. BRTS બસ બગડતાં વોલ્વો ચાલકનો પિત્તો ગયો ભેસ્તાન નવફ્લોરિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક BRTS બસ અચાનક ટેકનિકલ ખામીના કારણે ટ્રેકમાં જ બંધ પડી ગઈ હતી. જેના કારણે પાછળ વાહનો અટવાયા હતા. આ દરમિયાન પાછળથી આવી પહોંચેલા GSRTCની વોલ્વો બસના ચાલકે ધીરજ ગુમાવી દીધી હતી. બંધ પડેલી BRTS બસને જોઈ ચાલકનો પિત્તો ગયો હતો અને તેણે ત્યાં જ ઉગ્ર વિરોધ સાથે હોબાળો શરૂ કર્યો હતો. નિયમોની ઐસીતૈસી, ટ્રેકમાં ગેરકાયદે પ્રવેશ કર્યો માત્ર સુરત મનપાની સિટી અને BRTS બસો માટે અનામત રાખવામાં આવેલા આ ખાસ કોરિડોરમાં અન્ય કોઈ વાહનોને મંજૂરી હોતી નથી. તેમ છતાં GSRTCના વોલ્વો ચાલકે રોડ પર ટ્રાફિકમાંથી બચવા કે ઉતાવળમાં સીધી વોલ્વો બસ BRTS ટ્રેકમાં હંકારી મૂકી હતી. સરકારી વાહનના ચાલકે જ કાયદો હાથમાં લઈને અન્ય મુસાફરો તથા રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સ્થાનિકોમાં ભારે આક્રોશ, કડક કાર્યવાહીની માગ નવફ્લોરિંગ જેવા વ્યસ્ત માર્ગ પર વોલ્વો ચાલકના આ હંગામાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થળ પર હાજર સ્થાનિકો અને અન્ય વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, જો સામાન્ય નાગરિક ભૂલથી ટ્રેકમાં જાય તો તેને દંડ ફટકારવામાં આવે છે, ત્યારે સરકારી એસટી બસના આવા બેફામ અને દાદાગીરી કરતા ચાલકો સામે GSRTC તંત્ર દાખલારૂપ દંડ અને કડક કાનૂની પગલાં ક્યારે ભરશે? નિયમભંગ બદલ તાકીદે નોટિસ ફટકારાશે: એસટી વિભાગીય નિયામક સુરત એસટી વિભાગીય નિયામક પી. વી. ગુર્જરે જણાવ્યું હતું કે, સામે આવેલા વીડિયોની તપાસ કરતા બીઆરટીએસ લેનમાં વોલ્વો બસ પ્રવેશ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. બીઆરટીએસ કોરિડોરમાં કોઈપણ સંજોગોમાં બસ લઈ જવાની મંજૂરી નથી, તેમ છતાં નિયમભંગ કરવામાં આવ્યો છે. આ બસ સુરત ડિવિઝનની હોય કે અમદાવાદ સહિત અન્ય કોઈ પણ વિભાગની હોય, સંબંધિત પાર્ટી કે જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને નિયમભંગ બદલ તાકીદે નોટિસ પણ ફટકારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સીમા જાગરણ મંચે 9 ગામોની 700 બાળાઓને લહાણી આપી:નવરાત્રી મહોત્સવમાં શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજન અંતર્ગત પ્રોત્સાહિત કરાઈ
    Next Article
    માત્ર ₹1500નો પંખો હોસ્ટેલમાં થતાં આપઘાત અટકાવશે:10 કિલોથી વધુ વજન આવતા જ પાવર કટ થશે ને ફેન નીચે ખેંચાઈ જશે, VNSGU હોસ્ટેલમાં 354 પંખા લગાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment