Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર ₹1500નો પંખો હોસ્ટેલમાં થતાં આપઘાત અટકાવશે:10 કિલોથી વધુ વજન આવતા જ પાવર કટ થશે ને ફેન નીચે ખેંચાઈ જશે, VNSGU હોસ્ટેલમાં 354 પંખા લગાવાયા

    2 days ago

    ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓને અટકાવવા માટે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા એક પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમવાર સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થી આપઘાત ન કરે તે હેતુથી 'એન્ટી સુસાઇડ ફેન' એટલે કે સ્પ્રિંગવાળા કુલ 354 પંખા લગાવવામાં આવ્યા છે. આ એક પંખાની કિંમત અંદાજે 1500 રૂપિયા જેટલી થાય છે. આ પંખો કઈ રીતે વિદ્યાર્થીઓનો જીવ બચાવશે તેનો લાઈવ ડેમો કરીને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કરને બતાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પંખા પર 10 કિલોથી વધારે વજન પડે તો તરત જ પંખાની સ્પ્રિંગ ખૂલી, પાવર કટ થઈ પંખો નીચે આવી જશે. એટલે કે કોઈ વિદ્યાર્થીનો જીવ જાય તેટલું વજન આ પંખો ખેંચી જ શકતો નથી. આ ખાસ મિકેનિઝમના કારણે ફાંસો ખાવાની પ્રક્રિયા નિષ્ફળ જાય છે. અન્ય યુનિવર્સિટીઓ માટે પણ બનશે પ્રેરણારૂપ VNSGUની આ પહેલ સમગ્ર ગુજરાત રાજ્યની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મોડેલ સમાન બની ગઈ છે. આજકાલ અભ્યાસના દબાણ, કરિયરની ચિંતા કે અન્ય માનસિક તણાવના કારણે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા સમયે ટેકનોલોજીનો આ સકારાત્મક ઉપયોગ જિંદગી બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વીર નર્મદ યુનિવર્સિટીના આ સફળ પ્રયોગ બાદ હવે એવી આશા સેવાઈ રહી છે કે ગુજરાતની અન્ય સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોની હોસ્ટેલોમાં પણ આ પ્રકારના 'એન્ટી સુસાઇડ ફેન' લગાવવાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો - દરવાજો તોડ્યો ને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા:સર્જન પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આજે 9 ઑગસ્ટે સિવિલ કેમ્પસના બોય્ઝ પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. (સંપૂર્ણ આર્ટિકલ વાંચો) આ પણ વાંચો - રાજકોટમાં મારવાડી યુનિ.ની વિદ્યાર્થિની ફોન પર વાત કરતા-કરતા અચાનક કૂદી:ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા સવારે 10 વાગ્યે ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી ફોન પર વાત કરતા-કરતા અચાનક કૂદી ગઈ હતી. (સંપૂર્ણ આર્ટિકલ વાંચો) આ પણ વાંચો - મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં બીજા વિદ્યાર્થીનો આપઘાત, આંધ્રપ્રદેશના હેમંતે બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં ફરી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. આજે 25 સપ્ટેમ્બરે સવારે મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. (સંપૂર્ણ આર્ટિકલ વાંચો)
    Click here to Read More
    Previous Article
    સુરતમાં GSRTC વોલ્વો ચાલકની દાદાગીરી:ભેસ્તાન પાસે BRTS બસ ખોટકાતાં પાછળ આવેલા ST બસના ડ્રાઇવરે હંગામો મચાવ્યો, નિયમો નેવે મૂકી કોરિડોરમાં ઘૂસાડી દીધી
    Next Article
    Engineering Student Dies By Suicide In Mumbai Hostel, Had Messaged Doctor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment