Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSRTCના અધિકારીનો અન્ય કર્મચારી સાથે અડપલાં કરતો વીડિયો વાઈરલ:14 કર્મચારીઓની ગંભીર ફરિયાદ બાદ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સસ્પેન્ડ

    1 week ago

    અમદાવાદના ચંડોળા સ્થિત GSRTCના ડિવિઝનલ વર્કશોપમાં ફરજ બજાવતા ડિવિઝનલ મિકેનિક એન્જિનિયર સામે 14 જેટલા કર્મચારીઓએ શારીરિક-માનસિક શોષણના ગંભીર આક્ષેપો કરાયા બાદ ST વિભાગ દ્વારા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ડિવિઝનલ મિકેનિક એન્જિનિયર સામે ગંભીર આક્ષેપો ફરિયાદ અનુસાર, ચંડોળા ડિવિઝનલ વર્કશોપ ખાતે નવા જોડાયેલા કર્મચારીઓનું શારીરિક તેમજ માનસિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે હરીન રાવલ જાહેરમાં અપમાનજનક અને જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને ઘરે બોલાવી અંગત કામો કરાવવામાં આવતા હતા. કેટલાક કર્મચારીઓએ દારૂ પીવડાવી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. એક પુરુષ કર્મચારી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હોવાની ચર્ચા છે. 14 કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફરજ દરમિયાન ડીઝલ નાખી સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તેમજ એક કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કુલ 14 પુરુષ કર્મચારીઓએ જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હતી. પીડિત કર્મચારીઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધાવવા પણ અરજી કરી છે.આ મામલે પીડિતો ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને જોતા ST વિભાગ દ્વારા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જીવતી મિસાઈલ સાથે ઓઈલ ટેન્કર ભારત પહોંચ્યું:ઓમાનના દરિયામાં હુમલો થયો હતો; 2000 કિમીનો પ્રવાસ કરીને કોચી આવ્યું જહાજ
    Next Article
    શિક્ષણ વિભાગમાં સરકારી ભરતી પર બ્રેક?:ખાલી જગ્યાઓ હવે આઉટસોર્સિંગથી ભરવાના આદેશ, વર્ગ-3 અને 4ની જગ્યાઓ માટે માન્ય એજન્સી મારફતે મેનપાવર ગોઠવવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment