Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSRTC ભરતી મુદ્દે પાટણ ભાજપ પૂર્વ મહામંત્રીની રજૂઆત:ફોર્મ ભરવાની મુદ્ત વધારવા અથવા નિમણૂક બાદ બેઝ લાયસન્સ રજૂ કરવાની વ્યવસ્થા માટે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

    2 days ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને પડતી મુશ્કેલીઓ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરાઈ છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મહામંત્રી નરેશ પરમારે લેખિતમાં આ માંગ કરી છે. તેમણે ફોર્મ ભરવાની સમય મર્યાદા 15 દિવસ લંબાવવા અથવા નોકરી મળ્યા બાદ બેઝ લાયસન્સ રજૂ કરવાની છૂટ આપવા વિનંતી કરી છે. નરેશ પરમારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, GSRTC દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની અંદાજે 4000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લાખો વિદ્યાર્થીઓ અને યુવાનો ફોર્મ ભરવા ઈચ્છુક છે. જોકે, જાહેરાત મુજબ RTOમાંથી બેઝ લાયસન્સ મેળવવું અનિવાર્ય છે. આ લાયસન્સ માટે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ જરૂરી છે, જે લાખો યુવાનો પાસે ઉપલબ્ધ નથી. ભરતીની જાહેરાત પછી વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સંખ્યા ફૂલ હોવાથી અને RTO કચેરીઓમાં ભીડને કારણે તેમને સત્વરે સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. લગભગ 4000 જગ્યાઓ સામે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઈચ્છતા હોવાથી, આ સમસ્યાના ઉકેલ માટે પત્રમાં બે વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ મુજબ, જે ઉમેદવારોને નોકરી મળે તેઓ નિમણૂક મેળવ્યા બાદ બેઝ લાયસન્સ રજૂ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. બીજો વિકલ્પ એ છે કે, ફોર્મ ભરવાની વર્તમાન સમય મર્યાદામાં 15 દિવસનો વધારો કરવામાં આવે. આનાથી લાયસન્સ અને સર્ટિફિકેટના અભાવે લાયક ઉમેદવારો પરીક્ષા આપવાથી વંચિત નહીં રહે. આ સમગ્ર મામલે બબાસણા ગામના રાજપુત મહિપતસિંહ રતનસિંહની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:HMO અમિત શાહ ઓફિસે 3:11 વાગ્યે બ્લાસ્ટ કરવા ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે
    Next Article
    સુરતના 10 વર્ષીય રિયાંશે અજય દેવગન સાથે ‘ધમાલ-4’માં ધૂમ મચાવી:બહેનને એક્ટિંગ શીખવતા શીખવતા સ્ટાર બન્યો, ફિલ્મમાં દરિયાઈ લૂંટારાઓનો ટ્વિસ્ટ, જુલાઈમાં રિલીઝ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment