Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા:હિંમતનગર કોર્ટનો ચુકાદો, રૂ.4 લાખનો દંડ પણ ફટકારાયો

    1 day ago

    હિંમતનગર કોર્ટે સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી સાહીલ ધર્મેન્દ્ર કોદરભાઈ સોલંકીને 4 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. સરકારી વકીલ હેતલબેન ત્રિવેદી મુજબ, મે 2025માં હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. આરોપી સાહીલ તેને અરવલ્લીના સાયરા ગામે લઈ ગયો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. સુનાવણી દરમિયાન પુરાવા અને દલીલોને આધારે ન્યાયાધીશ એમ.એન. શેખની કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો. કોર્ટે પોક્સો એક્ટ, 2012ની કલમ-3 હેઠળ આ સજા અને દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    20 घंटे में दिल्ली से विशाखापट्टनम, 12 घंटे में रायपुर, ग्वालियर-बस्तर-विजयनगर तक कनेक्टिविटी, 5 राज्यों को जोड़ने वाला महाएक्सप्रेसवे
    Next Article
    સુરેન્દ્રનગર GIDCમાં વિસ્તારમાં રસ્તામાં ટ્રક ફસાયો:મેડિકલ હોલ પાસે વાહનોની લાંબી લાઈનો લાગી, લોકોમાં રોષ; રોડના સમારકામ દરમિયાન બની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment