Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં GRP કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત:18 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી

    1 day ago

    હિંમતનગર બાયપાસ માર્ગ પર 24 જૂનના રોજ થયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા GRPના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓ છેલ્લા 18 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ ગમાર હિંમતનગર રેલવે આઉટ પોસ્ટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાના દિવસે, 24 જૂનના રોજ, તેઓ રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાયપાસ માર્ગ પર એક અજાણી કારે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર મળ્યા બાદ તેમને શહેરની પ્લુટો હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 11 જુલાઈ, શનિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર વાહન સ્થાનિક ડ્રાઈવિંગ સ્કૂલની કાર હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે કાર ચાલકને શોધવા તપાસ હાથ ધરી હતી. આ તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ગંભીર ઇજાઓને કારણે અરવિંદ ગમારનું અવસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    સોલાર પ્લાન્ટ જમીન છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ગુનો નોંઘાયો:મૂળ માલિકને ચૂકવ્યા વિના જમીન ભાડે આપી, 1.18 કરોડ પડાવ્યા
    Next Article
    બોટાદ ગુરુકુળમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ:250થી વધુ વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment